તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાદરા નગર સ્થિત નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12 જગ્યા માટે ચૂંટણી થશે

પાદરા નગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરોની 12 જગ્યા માટે ચૂંટણી અનુસંધાને મંગળવારથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.પાદરામાં છેલ્લા ઘણા વર્ષોથી કાલિદાસ ગાંધી મામાના નેતૃત્વમાં નાગરીક બેંકમાં અનેક પ્રગતિ થઈ હોવાથી હાલમાં કાલિદાસ ગાંધીમામા અને દિનુમામા પ્રેરિત ભાજપની પ્રગતિ પેનલના 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જેમાં પ્રગતિ પેનલના ઉમેદવારો બેેંકમાં થયેલ વિકાસ અને પ્રગતિને ધ્યાને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે 12 ઉમેદવારોએ આગામી 7મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. કાલિદાસ મામા અને દિનુમામા પ્રેરિત પેનલના ઉમેદવારોએ પાદરા સરદાર પટેલ શાકમાર્કેટ અને તેની સામે તાજપુરા રોડ પરના બજારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પૂર્વ ડિરેક્ટરે પણ તેઓના બોર્ડે કરેલી પ્રગતિને ધ્યાનમાં લઈને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી પ્રગતિ પેનલનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો