તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાદરામાં કોરોનાના અગમચેતીના પગલાં લેવા માટે રજૂઆત કરાઈ

પાદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા કોરોનામાં અગમચેતીના પગલા લેવા માગ કરાઈ. - Divya Bhaskar
પાદરા કોરોનામાં અગમચેતીના પગલા લેવા માગ કરાઈ.
 • મામલતદાર, સીઓ, THOને લેખિતમાં રજૂઆત કરાઈ

પાદરા શહેર તાલુકામાં કોરોનાની મહામારી બેકાબૂ બનેલ હોઈ તે અંગે અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે પાદરાના જાગૃત નાગરિકો દ્વારા પાદરાના મામલતદાર, નગરપાલિકા ચિફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પાદરા શહેર તાલુકામાં કોરોનાથી પરિસ્થિતિ વધુને વધુ બગડી રહી છે. રોજેરોજ કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાલ વડોદરામાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જે પરિસ્થિતિનું નિર્માણ પાદરા શહેર તાલુકામાં ન થાય તે માટે વહીવટી તંત્રએ અગમચેતીના પગલાં લેવાની જરૂર છે.

પાદરાના જાગૃત નાગરિકો આશિષ પટેલ, શિવ પટેલ, હાર્દિક વૈધ, દિલીપ રાવલ, માલવીક પટેલ, જયુલ શાહ સહિતના આગેવાનો દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે અગમચેતીના પગલાંના ભાગરૂપે જે રીતે તાલુકામાં પાદરા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વિસ્તાર મુજબ જનતાના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવતું હતું. તેવી જ રીતે પાદરાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તાર મુજબ પરીક્ષણ (રેપીડ ટેસ્ટ) કરવામાં આવે. તેમજ શક્ય હોય તો કોરોનાની રસી ડોર ટૂ ડોર આપવામાં આવે. જે લોકો રસી મુકવામાં આળસ અને બેદરકારી રાખી રહ્યા છે. તેઓને રસીકરણ પૂરું કરવામાં આવે. સરકારે રસીકરણ ઘેર ઘેર પૂરું કરવા માટેનું બીડું ઝડપ્યું છે.

તે પૂરું કરી શકાય અને મહામારીની સામે રક્ષણ મેળવી શકાય.જાગૃત નાગરિક દ્વારા વધુમાં જણાવેલ છે કે ગત વર્ષે લોકડાઉનમાં સમગ્ર શહેરમાં સેનિટાઇઝર કરવામાં આવેલ હતું. તેવી જ રીતે હાલ મીડિયાના માધ્યમથી જે રીતે મોરબીની અંદર રાત્રે શહેર સેનિટાઇઝર કરેલ છે. તેવી જ રીતે કોઈ સારો નિર્ણય લઈ તાકીદે પગલાં લઇ સેનિટાઇઝર કરવામાં આવે અથવા મંજૂરી આપવામાં આવે. સેનિટાઇઝર માટે જરૂરી વાહનો પુરા પાડવામાં આવે.

જેથી મહામારીને રોકી શકાય. પાદરામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ને દરરોજ પાદરામાં દરેક વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે. પાઉડરનો છંટકાવ કરવામાં આવે. જેથી મચ્છરોનો અને ગટરોના પાણીની દુર્ગંધથી બચી શકાય. પાદરા મામલતદારને જણાવેલ છે કે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને જ્યાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ તમામ સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્ટનું પાલન તથા માસ્ક વગર નીકળેલ પબ્લિક સામે કડક પગલાં લેવામાં આવે. જેથી સંક્રમણ ઓછું થાય.

અને કોરોનાના કેસોમાં વધારો નહિવત થાય. તાલુકામાં જે રીતે તમામ સરકારી અધિકારીઓ બજારના શાક માર્કેટના અગ્રગણીઓ તથા જાગૃત નાગરિકો વચ્ચે જે રીતે બેઠક યોજવામાં આવી હતી તે રીતે ફરી એકવાર આ પરિસ્થિતિની બેઠક યોજવામાં આવે. જેથી સંક્રમણ અટકાવવા અંગે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો