પાદરાના ઉમરાયા ગામે જાહેર સંસ્થા મહાદેવ મંદિરની મિલકતને નુકશાન કરનાર પૂજારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ સિંધા દ્વારા પાદરા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
પાદરાના ઉમરાયા ગામે ગુજરાત દેવસ્થાન વિભાગ નં. 28માં નંબરે આવેલ જૂનું પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ધનસુખગિરિ ધિરજગીરી ગૌસ્વામી તથા માયાબેન ગૌસ્વામીએ તા. 24 મેના રોજ રાત્રીના સમયે પોતાનું લોખંડનું દુકાનનું કેબિન મંદિરના પરિસરમાં મુકવા માટે રાતો રાત પોતાની મનસ્વી રીતે કમ્પાઉન્ડ વોલ તોડીને કેબિન દુકાન અંદર મૂકી દીધેલ છે.
જે બાબતે સ્થાનિક પંચાયતની કોઈપણ જાતની મંજુરી લેખિત કે મૌખિક વગર પરમિશન એ ગેરકાયદેસર ગામની જાહેર સંસ્થાની મિલકતને નુકશાન કરેલ જે બાબતે બીજે દિવસે સવારમાં પંચાયત દ્વારા જાણ થતાં સ્થળ સ્થિતિની પંચકાશ કરી પંચાયત ઓફિસે સરપંચ અને પંચાયતના સભ્યોએ ભેગા મળી કરેલ નુકશાન બાબતે મંદિર પૂજારીને બોલાવી તાત્કાલિક નોટિસ બજાવી હતી.
લેખિતમાં જણાવી કે નુકશાન કરેલ મિલકત કમ્પાઉન્ડ વોલને તાત્કાલિક રિપેર કરવી અથવા તો થયેલ નુકશાનીની રકમ ભરપાઈ કરવા જણાવી દીધેલ હોવા છતાં મંદિરના પૂજારી અને ગામના રાજકીય રોટલા શેકવા વાડા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચની બદનામી કરવાના હેતુથી મોબાઇલમાં ગ્રુપ મેસેજ તેમજ પૂજારી તરફથી આપવામાં આવેલ ઉડાઉ મૌખિક જવાબથી ગામની જાહેર જનતા સમક્ષ પંચાયત અને સરપંચની બદનામી થઇ રહી છે.
જેથી અમારા ગામના મહાદેવ મંદિરની મિલકત કંપાઉન્ડ વોલને નુકસાન કરનાર પૂજારી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સરપંચ ભુપેન્દ્રસિંહ દ્વારા લેખિત રજૂઆત પાદરા મામલતદારને કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.