તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લા એલસીબીની ટીમ શનિવારે મધરાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક પીકઅપ ગાડીમાં વિદેશી દારૂની હેરફેર થાય છે. જે બાબતની માહિતી મળતા જિલ્લા એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. મહુવડ ચોકડી તરફથી વડુ ચોકડી તરફ આવતી પીકઅપને કોર્ડન કરીને ગાડીમાં બેઠેલા ડ્રાઇવર પંકજકુમાર રંગજી પારગી રહે. સામરીયા, પ્રતાપ નગર બાસવાડા, રાજસ્થાન. જેની પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ગાડીની તપાસ કરવામાં આવતા પ્લાસ્ટિકના કોથળામાં વાસ મારતા ખરાબ કોબી ભરેલ મળી આવી હતી. જે શાકભાજીની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં રોયલ ક્લાસિક વિસ્કીના 180 મિલીના પાઉચ ભરેલી પેટી નંગ 38 જેમાં 1824 નંગ પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.1,82,400 તેમજ મોબાઈલ-1 રૂપિયા 500 અને બોલેરો પીકઅપ ગાડીની કિંમત 3 લાખ મળી કુલ રૂ. 4,82,900નો મુદામાલ ઝડપી પાડ્યો હતો અને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. જેની કોરોના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂનો જથ્થો આબુ રોડથી અશોકભાઈ પ્રજાપતિ નામના ઇસમે ભરી આપેલ અને વડુ પહોંચી અશોકભાઈ નામના ઇસમને ફોન કરી કે તેને દારૂનો જથ્થો આપવાનો હતો અને એ સમયે જ જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.