પાદરાના ડભાસા ગામની સીમમાં લૂપીન કંપનીના પાછળના ખેતરમાંથી પરપ્રાંતિ યુવકની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ પાદરાના ડભાસા ગામની સીમમાં લૂપીન કંપનીના પાછળના ખેતરમાં ખેડૂત અખાત્રીજનું મહુર્ત કરવા ખેતરે ગયા હતા. તે દરમ્યાન ખેડૂત ને એક લાશ નજરે પડી હતી. જેની જાણ પાદરા પોલીસ સ્ટેશન તથા લૂના ગામમાં એક વ્યક્તિ તેની સાથે આવેલા કંડકટરની શોધ કરતો હતો. તેને પણ જાણ કરવામાં આવી હતી.
યુવક પાદરાના નજીકમાં આવેલા લુણા ગામની એક કંપનીમાં કંડકટર તરીકે ફરજમાં આવ્યો હતો. જ્યાંથી એક અઠવાડિયા પહેલા ગુમ થયા હોવાની ફરિયાદ વિલાસ ડ્રાઈવર દ્વારા પાદરા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. ખેડૂતે પાદરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં યુવકની બોડી ડીકમ્પોસ હાલતમાં મળી આવી હતી.
વિલાસ ડ્રાઈવર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વિલાસે લાશની ઓળખ કરી તેની સાથે કંડકટરીમાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું. વિલાસ ડ્રાઈવરના કહેવા મુજબ 8 દિવસ આગાઉ યુવક એક દમ ગાંડો બની ગયો હતો. અને કંપનીમાં અને લોકોના ઘરમાં ઘુસી જતો હતો. 26 એપ્રિલ 2022ના રોજ દેખાઈ ના દેતા પાદરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પાદરા પોલીસે અકસ્માતના ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.