તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાઈકચાલક ગઠિયો મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી લઇ ફરાર

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાદરાના પુરબાઈના પરા વિસ્તારમાં ઘટના બની
 • પર્સમાં રોકડ, મોબાઈલ સહિત ઓળખપત્રો હતા

પાદરાના ઘાયજ રોડ પર આવેલ શારદા હાઈસ્કૂલના પ્રાયમરી વિભાગમાં ફરજ બજાવતા મહિલા પ્રિન્સિપાલ અમિષાબેન સોની તેઓની સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે જતા હતા. ત્યારે બાઈકચાલક ગઠિયો મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી ફરાર થયાની ઘટના બની હતી. પાદરાના પર્શ્વનાથ સોસાયટીથી પુરબાઈના પરા વિસ્તાર તરફ જતા ઘટના બની હતી. મહિલા પ્રિન્સિપાલ અમિષાબેન સોની તેઓના હાથમાં પર્સ લઈને પસાર થતા હતા ત્યારે બાઈકચાલક ગઠિયો પર્સ ઝૂંટવીને ફરાર થયો હતો. જેમાં રૂપિયા 1500 રોકડા તથા મોબાઈલ સહિત સરકારી ઓળખપત્રો હતા.

મહિલાએ પાદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ નજીકમાં આવેલી દૂધ ડેરીમાં લગાવેલ આવેલ CCTV કેમેરામાં તપાસ કરતા મહિલાની પાછળ બાઇલચાલક પીછો કરતો હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. પાદરા પોલીસે પણ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો