અકસ્માત:બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધી, બે વ્યક્તિને ગંભીર ઈજા

પાદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરાના ધોબીકુવા બસ સ્ટેન્ડ પાસેનો બનાવ
  • બાઇક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

પાદરાના ધોબીકુવા બસ સ્ટેન્ડની આગળ વળાંકમાં મોટર સાયકલ ચાલકે મહિલા પગપાળા ચાલતા લીલાગરી માતાના મંદિરે મોભા મુકામે જતા હતા. તે દરમ્યાન પાછળથી ટક્કર મારી અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જ્યારે ચાલકને પણ ઇજાઓ થવા પામી હતી. મહિલા સહિત બે ઇસમોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્તોને 108માં ડભાસા ક્રોસરોડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

પાદરાના મોટાએકલબારા ગામે દરગાહની સામે રહેતા લાલજીભાઈ નરવતસિંહ પરમારની પત્ની ગીતાબેન પરમાર વહેલી સવારે જેઠ વિજયસિંહ પરમાર, ભત્રીજી દિવ્યા પરમાર મોભા ગામે લીલાગરી માતાના મંદિરે પગપાળા ચાલતા જવાની બાધા રાખેલ હોઇ રવિવાર ભરવા માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન પાદરા-જંબુસર રોડ પર ધોબીકુવા બસ સ્ટેન્ડની આગળ વળાંક પાસે પાદરા તરફથી બાઈક ચાલકે ગીતાબેન પરમારને ટક્કર મારતા રોડ ઉપર ધડાકાભેર પડી જતા ગંભીર ઇજાઓ થવા પામી હતી.

જ્યારે બાઈક ચાલક રાહુલ જશુભાઈ જાદવ રહે. પાદરા છીપવાડ તળાવ ને પણ ઇજાઓ થતા 108માં ડભાસા ખાતે આવેલ ક્રોસરોડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.પોલીસે ગીતાબેન પરમારે આપેલી ફરિયાદના આધારે બાઈક ચાલક રાહુલ જાદવ સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...