કોરોનાનો કહેર:પાદરામાં કોરોનાનાં પોઝિટિવ કેસના વિસ્તાર તંત્ર જાહેર કરે

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન અપાયું હતું - Divya Bhaskar
પાદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન અપાયું હતું
  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન અપાયું

પાદરામાં કોરોના પોઝિટિવ કેસોના સંક્રમણ ઘટે તે માટે કોરોના દર્દીઓના વિસ્તાર જાહેર કરવાની માંગ સાથે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. વિશ્વ ભરમાં કોરોના મહામારીએ હચમચાવી નાખ્યું છે. ત્યારે કોરોનાનો કહેર હવે વડોદરા જિલ્લાના પાદરામાં વધી રહ્યો છે. પાદરામાં છેલ્લા એક માસમાં કોરોના પોઝિટિવ કેસો તે પણ પાદરા નગરમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે કોરોનાને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા સજ્જડ કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાના આક્ષેપો સાથે પાદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બેકાબુ બનેલા કોરોનાને અંકુશમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવા તેમજ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવે છે.

જવાબદાર તંત્ર દ્વારા કડક પગલાં ન ભરાતા હોવાનો આક્ષેપ
સાથે સાથે પાદરા વસ્તી ઓછી હોવા છતાં પણ કોરોનાના કેસો ખૂબ વધારે પ્રમાણે છે. જે જિલ્લામાં તાલુકા કક્ષાએ ખૂબ જ મોટા પ્રમાણે છે. ત્યારે છેલ્લા ઘણાં દિવસથી હવે પાદરામાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના વિસ્તારોને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા નથી. જે ખૂબ ગંભીર બાબત છે. જો કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના વિસ્તારો જાહેર કરવામાં આવે તો સંક્રમણ કાંઈ ક હદે અંકુશમાં આવી શકે છે. સાથે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જતા લોકો સાવચેત રહે જેથી સંક્રમણ અટકી શકે છે. માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પાદરા નગરમાં રોજ આવતા કોરોનાના પોઝિટિવના દર્દીઓના વિસ્તારો જાહેર કરે તેવી માગ કરવામાં આવે છે. પાદરા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રાજુ પઢિયાર, જગદીશ જાદવ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...