કાર્યવાહી:વડુ પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલો આરોપી ઝડપાયો

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા ગ્રામ્ય એલસીબીએ આરોપી પકડી વડુ પોલીસને સોંપ્યો

પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી ફરાર આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલસીબી. ગત તા. 11 મે 2022ના રોજ પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી બળાત્કારમાં મદદગીરીનો આરોપી અક્ષ્ય ઠાકોરભાઈ બારીયાને વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા મામાના ગામેથી ઝડપી પાડી વડું પોલીસને સોપાયો હતો.

તા. 11 મે 2022ના પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી બળાત્કારમાં મદદગીરીનો આરોપી અક્ષ્ય ઠાકોરભાઈ બારીયા વડું પોલીસને પેશાબ કરવાના બહાને લોકઅપમાંથી બહાર નીકળી પાછો લોકઅપમાં મુકવા જતાં પોલીસને ધક્કો મારી ચકમો આપી નાસી છૂટ્યો હતો. પીએસઓએ બૂમાબૂમ કરી અને પોલીસ પાછળ દોડી છતાં પણ અક્ષય ફરાર થવામાં સફળ રહ્યો હતો.

જિલ્લામાં માત્ર દોઢ માસમાં 2 આરોપી ફરાર થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં જિલ્લા પોલીસવડા રોહન આનંદ દ્વારા એલસીબી, એસઓજી તથા વડું પોલીસ સહિત ની એજન્સીઓ બનાવી આરોપી અક્ષય બારીયાને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેની ચોક્કસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીએ છોટાઉદેપુરના પીપલેજ ગામ મામાના ગામમાંથી મોબાઈલ લોકેશનના આધારે આરોપી અક્ષય બારીયાને ઝડપી પાડી વડું પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...