તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:પાદરા તાલુકાની કુમાર તેમજ કન્યાશાળા મર્જ ન કરવા રજૂઆત

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં આવતી કુમાર તેમજ કન્યાશાળા મર્જ નહિ કરવા પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે લેખિત રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરાને કરી છે. શાળાઓ મર્જ થવાથી નવી શાળામાં પૂરતા પ્રમાણમાં વર્ગ ખંડો તથા અન્ય સુવિધાઓ પણ નથી મોટો ગંભીર સમસ્યાઓ પણ ઉદ્દભવાની પુરી શક્યતાઓ છે. તેમજ ગ્રામજનો દ્વારા શાળાઓને તાડાબંધી તથા કન્યાઓને શાળા છોડાવી દેવાની રજૂઆતો પણ મળેલી છે. જેથી પાદરા તાલુકામાં આવતી કુમાર તેમજ કન્યાશાળા મર્જ નહિ કરવાની રજૂઆત જશપાલસિંહ પઢીયારે કરી છે.

મળતી વિગત મુજબ પાદરા વિધાનસભામાં પાદરા તાલુકામાં આવેલ શાળાઓ પૈકી 12 શાળાઓ મર્જ કરવાનો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. તે નિર્ણય ગેરવ્યાજબી અને અયોગ્ય છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા જોતા આશરે લગભગ 250થી ઉપર સંખ્યા ધરાવે છે.

વિદ્યાર્થીનીઓ અલગ રીતે સ્વતંત્ર અને નિર્ણય રીતે અભ્યાસ કરી શકે તે માટે ગામ લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ કન્યાઓ માટે શાળાઓ જે તે વખતે બનાવવામાં આવેલ હતી. વાલીઓ પણ પોતાની કન્યાઓ અલગ રીતે અભ્યાસ કરી શકે તો શાળામાં ભણાવવા માટે ઉત્સાહિત હતા પણ ગામ લોકોને શાળાઓ કુમારશાળા અને કન્યાશાળા ભેગી થવાથી તેઓ દ્વારા અશાંતિ અને માનસિક અસંતોષ જણાઈ આવે છે.

ગ્રામજનો દ્વારા વિવિધ પ્રકારની ફરિયાદો મળી છે અને કુમાર તથા કન્યાશાળા ભેગી કરવાથી પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસ છોડી દેવા માટે જણાવે છે. તો આ નિર્ણયના દુરગામી પરિણામો ખુબજ ખરાબ આવે તેમ છે. કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના બદલે તેમનું ભણતર છીનવી લેવા જેવા આ નિર્ણય છે. કન્યાઓ અધવચ્ચે અભ્યાસ છોડી દેશે અભ્યાસ છોડી દેનારની સંખ્યા ખૂબ જ વધી શકે છે. હાલમાં આ શાળાઓ મર્જ થવાથી નવી શાળામાં પૂરતા પ્રમાણમાં વર્ગખંડ તથા અન્ય સુવિધાઓ પણ નથી તે પણ મોટી ગંભીર સમસ્યાઓ ઉદભવવાની પુરી શક્યતાઓ છે. રમત ગમત મેદાન, શૌચાલય, બાથરૂમો, પણ પૂરતા પ્રમાણમાં નથી તો અનિવાર્ય તાત્કાલિક અસરથી રદ કરવા જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત વડોદરાને લેખિત રજુઆત ધારાસભ્ય જશપાલસિંહ એ કરી હતી. વધુમાં ગ્રામજનો દ્વારા શાળાઓને તાળાબંધી તથા કન્યાઓને શાળા છોડાવી દેવાની રજૂઆતો પણ મળેલ છે. તથા શાળાઓમાં ચાલતી S.M.C.ને પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...