પાદરાના સાંપલા ગામે તસ્કરોએ રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ પેટી પલંગના અંદરથી તિજોરીના લોકને કપમાં મુકેલ ચાવી વડે ખોલી તિજોરી તથા પેટી પલંગમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,27,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો લઈ ગયેલ હોવાની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પાદરાના સાંપલા ગામે રહેતા દિનેશ મગનભાઈ પઢિયાર પત્ની તથા દીકરા સાથે રાત્રીના 9 કલાકે તુવેર કાપવા ગયેલ અને ઘરે દીકરી તથા દીકરાની વહુ ઘરે રહેલા. ત્યાર બાદ રાત્રીના 2 વાગે અમે લોકો ઘરે આવ્યા હતા. ત્યારે દીકરી અને વહુ જાગતા હતા. ત્યારબાદ દીકરો અને તેની વહુ ઘરમાં સૂઈ ગયા અને દીકરી તથા પત્ની બહાર સૂઈ ગયા હતા.
સવારે 6 વાગે દીકરાની વહુ ઉઠતા ઘરમાં સોનાની ડબ્બીઓ પેટી પલંગ પાસે પડેલ હતી. દરમ્યાન તપાસ કરતા તિજોરીમાં પણ સમાન વેર વિખેર હોતા કોઈ તસ્કરો દ્વારા ચોરીની જાણ થતાં અમે વડું પોલીસ મથકે સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 1,27,000ની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડું પોલીસે ડોગ સ્કવોડ , ફિંગરપ્રિંટ સહિત એફએસએલ ની મદદ લઈ વધુ કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.