તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સાપલા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો, રૂ 1.32 લાખની ચોરી

પાદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકાન મલિકના ઘરમાં ઘુસી રોકડ તેમજ દાગીનાની ચોરી. - Divya Bhaskar
મકાન મલિકના ઘરમાં ઘુસી રોકડ તેમજ દાગીનાની ચોરી.
  • સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ લઇ તસ્કરો પલાયન
  • તસ્કરો રાત્રે ઘરમાં પ્રવેશી ચાવી શોધી ચોરી કરી પલાયન

પાદરાના સાપલા ગામે ઘરની બાજુમાં આવેલી અડારી ઉપરથી ઘરમાં પ્રવેશ કરી રૂમની અંદર આવેલ તિજોરીને ચાવી વડે ખોલી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના રૂપિયા 110850/-ના દાગીના અને રૂપિયા 22 હજાર રોકડા મળી કુલ રૂપિયા 1,32,850/-ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ વડુ પોલીસે નોંધાતા પોલીસે ફિંગર પ્રિન્ટ, ડોગ સ્કોર્ડની મદદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવથી સાપલામાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પાદરાના સાપલા ગામે રહેતા અલ્પેશ સોમાભાઈ પાટણવાડીયાનાઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે અને ગત મોડીરાતના જમી પરવારીને પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમો ઘરની બાજુમાં આવેલી અડારી ઉપરથી ઘરના પહેલા માળેથી પ્રવેશ કરી નીચેના રૂમમાં મુકેલી તિજોરીની ચાવી ઘરના હોલમાં ભરાવી રાખતા હોય તે ચાવી વડે તિજોરી ખોલી ચોરી કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના રૂપિયા 1,10,850 તથા રોકડા રૂપિયા 22 હજાર મળી કુલ રૂપિયા 1,32,850 ચોરી કરી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તસ્કરો ચોરી કરી સોનાની ચેન રૂપિયા 42000, વિંટીઓ રૂપિયા 33000, પેન્ડલ રૂપિયા 8,400, નાકની જળ રૂપિયા 8,400, ચાંદીના છડા રૂપિયા 1550, ચાંદીનું કડું રૂપિયા 7000, ચાંદીના જુડા રૂપિયા 10,500 અને રોકડા રૂપિયા 22000 મળી કુલ રૂપિયા 1,32,850નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...