ગણેશ વિસર્જન:શ્રીજી વિસર્જનમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા જણાવાયું

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી
  • પાદરા પોલીસ સ્ટેશનમાં બિરાજેલ શ્રીજીનું સાતમા દિવસે વિસર્જન કરાયું

પાદરા પોલીસ સ્ટેશનમાં બિરાજેલ શ્રીજીનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. પાદરા પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષે ઈકોફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને સાત દિવસની પૂજા અર્ચના કરી શુક્રવારે સાતમા દિવસે પોલીસ સ્ટેશન ખાતે કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાથે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પી. એસ. આઈ. વાય. આર. ચૌહાણ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે પાદરામાં વર્ષોથી તાજીયા હોય કે ગણપતિ વિસર્જન હિન્દુ મુસ્લિમ એક થઈને એક બીજાને સહકાર આપી તહેવારો ઉજવવામાં આવે છે. તો આ વર્ષે પણ આપને આજ રીતે ઉજવણી કરીશું અને સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ એક સ્થળે ડી. જે. વગાડી વિસર્જન કરે અને વિસર્જન નિમિતે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરી શાંતિથી તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...