કાર્યક્રમ:જાસપુરમાં BAPS સ્વામિનારાયણના મંદિર નિર્માણ માટે શિલાન્યાસ મહોત્સવ યોજાયો

પાદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BAPSના પૂજ્ય સંતો સહિત ગ્રામજનો અને હરિભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

પાદરાના જાસપુર ખાતે BAPS સ્વામિનારાયણના નૂતન મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. વિશ્વ વંદનીય વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં અજાયબી સમાં મંદિરોના નિર્માણ કરી માનવ ઉત્કર્ષની સમાજ સેવા અને હિન્દૂ સંસ્કૃતિની જ્યોત જગાવી છે. ત્યારે છેલ્લાં ઘણા વર્ષોથી પાદરાના જાસપુરના હરિભક્તોનું સ્વપ્ન હતું કે ગામમાં બીએપીએસ સંસ્થાનું ભવ્ય મંદિર બને. ત્યારે આ સ્વપ્નના સંકલ્પ સાકર થયો હતો.

જાસપુર ખાતે યોજાયેલા કાર્યકમ પૂજ્ય સંતોમાં શ્રી ભાગ્યસેતુ સ્વામી અટલાદરા મંદિરના કોઠારી સ્વામી તથા સંસ્થાના વડીલ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી તથા ધર્મકીર્તિ સ્વામી તથા જ્ઞાનવીર સ્વામી સહિતના સંતો તથા હરિભક્તો તથા નૂતન મંદિરના નિર્માણમાં જમીન આપનાર પરિવાર સભ્યો સહિત ગામના આગેવાનો તથા હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસ મહોત્સવની મહા પૂજામાં ભાગ લીધો હતો.

જાસપુરના નૂતન મંદિર નિર્માણ અર્થે ભવ્ય શિલાન્યાસ મહોત્સવ સ્થળે નવનિર્મિત મંદિરમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રાસંગીક સભાનું આયોજન કરાયું હતું. સાથે આવેલ પૂજ્ય સંતોનું નૂતન મંદિરના નિર્માણ માટે જમીન દાન આપનાર દાતા પરિવાર સહિત અગ્રણીઓ અને હરિભક્તોએ સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે હરિભક્તો સહિત ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...