પાદરામાં બી.એ.પી.એસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ નિમિતે પારિવારિક શાંતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં જોડાયેલા શતાબ્દી સેવકનું પાદરા બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું. આગામી ડિસેમ્બર 2022માં અમદાવાદ ખાતે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે પ્રમુખ સ્વામી દ્વારા આપવામાં આવેલ પારિવારિક શાંતિના સંદેશો ઘરે ઘરે પહોંચાડવાનું અભિયાન બી.એ.પી.એસ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને દેશભરમાં બી.એ.પી.એસ ના લાખો શતાબ્દી સેવકો દ્વારા ઘરે ઘરે પહોંચીને આ સંદેશો પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. આ સંદેશાનો મૂળ ઉદ્દેશ દરેક ઘરમાં શાંતિ સ્થપાય અને વ્યસન મુક્ત બને તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામોમાં સ્વંય સેવકો પરિભ્રમણ કર્યું હતું. આ શતાબ્દી સેવક અભિયાનમાં ભાગ લેનાર સેવકોનો શતાબ્દી સેવક અભિવાદન કાર્યક્રમ પાદરાના સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજય સંત શ્રી ધર્મકીર્તિદાસજી સ્વામી તથા શ્રીજીવંદન સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહાનુભવો દ્વારા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
પાદરા તાલુકાના બી.એ.પી.એસ. સ્વામી નારાયણના હરિભક્તો તથા યુવા સ્વંય સેવકો સહિત 866 જેટલા શતાબ્દી સેવકો અભિયાનમાં આ વર્ષના ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં જોડ્યા હતા અને તાલુકાના 26 હજાર જેટલા ઘરોમાં શાંતિનો સંદેશ પાઠવ્યો હતો. શતાબ્દી સેવક અભિવાદન કાર્યક્રમમાં પાદરામાં જોડાયેલા શતાબ્દી સેવકોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ કાર્યકમ પધારેલા મહાનુભવો તેમજ શતાબ્દી સેવકો અને હરિ ભક્તોએ મહાઆરતીનો લહાવો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.