તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:પાદરામાંથી 15 લોકોના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલાયા

પાદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ધારાસભ્ય જસપાલસિંહે કોરોનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

પાદરામાં એક કેસ કોરોના વાઇરસનો પોઝીટીવ આવેલ છે. જેમાં ઓધવ ભૂલાની ખડકીના કંટેન્મેન્ટ ઝોનનાં રહીશોએ ગઇકાલે અમારી કોઈ સારવાર થતી નથી, કોઈ ડોક્ટર જોવા આવતું નથી, તેવા આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો હતો. તેના પગલે પાદરા પોલીસ અને પાલિકાનો સ્ટાફ રાજકીય આગેવાનો દોડી ગયા હતા અને આરોગ્ય વિભાગને રહીશોની લાગણી સંભળાવી હતી. જેમાં આરોગ્ય વિભાગની નવી ગાઈડ લાઈન પ્રમાણે આરોગ્ય અધિકારી અને કર્મચારી કામ કરી રહ્યા છે. ત્યારે હોબાળો શાંત કરવા આરોગ્ય  વિભાગે આજે ખડકીનાં 9 રહીશો, 4 પોઝિટિવ કેસના પરિવારજનો તથા બે પોલીસ જવાનો મળી ફૂલ 15 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા. જેના રિપોર્ટ બે દિવસમાં આવશે તેમ મનાય છે. પાદરા તાલુકાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે ગુરુવારે પાદરાના ઓધવ ભૂલાની ખડકી વિસ્તારમાં લોકોને બહારથી તબિયતની પૂછ પરછ કરી હતી. શું મુશ્કેલી પડી રહી છે. તેની માહિતી લીધી હતી. જેમાં લોકોએ વારાફરતી નીકળીને જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો