તસ્કરી:મુવાલમાં મકાનમાંથી રૂ.73,200ની ચોરી, પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ, FSLની મદદથી તપાસ આરંભી

પાદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રદ્ધા ગ્રીન સોસાયટીના બંધ મકાનમાંથી રૂા.73,200ના મુદ્દા માલની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. - Divya Bhaskar
શ્રદ્ધા ગ્રીન સોસાયટીના બંધ મકાનમાંથી રૂા.73,200ના મુદ્દા માલની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા.
  • શ્રદ્ધા ગ્રીન સોસાયટીના મકાનમાંથી દાગીના રોકડ ચોરી તસ્કરો પલાયન

પાદરા ના વડુ પોલીસ મથકની હદમાં આવેલ મુવાલ ગામે આવેલ શ્રદ્ધા ગ્રીન સોસાયટીમાં છેલ્લા 10 માસથી રેખાબેન ઉર્ફે રિદ્ધિબેન લતીશકુમાર ગોહિલ નાઓ ગઈકાલે પરિવાર ઘરે તાળું મારી કરજણ તાલુકાના દેથાણ ગામે નિરાંત પંચ આશ્રમે પૂનમ ભરવા ગયા હતા ને મોડી રાતના ભજન કીર્તન પૂરું થતાં રાત્રિના એક કલાકે ગામેથી નીકળી મુવાલ ગામે અઢી કલાકે પરત આવતા તે આરસામાં ઘરે પહોંચતા ઘર ખુલ્લું જોતા ઘરમાં તપાસ કરતા માલ સામાન વેરણ છેરણ હાલતમાં અને તિજોરીના લાકડાનો કબાટ પણ ખુલ્લું હતું

જેથી કોઈ ચોર રાત્રીના સમય દરમિયાન ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ તિજોરીના લાકડાના કબાટમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 73200 નો ચોરી થયેલ હોવાની ફરિયાદ રેખાબેન ગોહિલે નોંધાવતા વડું પોલીસે એફ એસ એલ અને ફિંગર પ્રિન્ટ તેમજ ડોગ સ્કોર્ડ ની મદદથી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...