તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરા-વડુ પંથકમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં મધ્યમવર્ગીય પરિવારના બજેટ ખોરવાયા

પાદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોના સમયગાળા દરમિયાન જ ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો
  • સીંગતેલ 2650, કપાસિયાના 2650, સન ફ્લાવર 2400, મકાઈ 2400થી 2500, પામોલીન 2100 15 લિટરનો ભાવ

પાદરા વડુ પંથકમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે. જોકે તહેવારોના સમયગાળા દરમિયાન ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ભાવમાં વધારા સાથે પાદરા પંથકના મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે. જેને લઈને લોકોએ સિઝનમાં ભરવાનું ઓછું કરી દીધું છે. 15 કિલોના ભાવ જોઈએ તો સીંગતેલના 700થી 800, કપાસિયા તેલ 1000થી 1100 તોતિંગ ભાવ વધારો થયો છે. બીજી તરફ પામોલિન તેલ રૂ.2000થી 2100માં વેચાય છે. ત્યારે સીંગતેલ, કપાસિયા તેલથી પામોલિન તેલ સસ્તું હોવાથી કેટલીક હોટલ રેસ્ટોરાન્ટ અને લારીઓમાં મોટાભાગે હવે પામોલિનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે.

પાદરાના તેલનો વેપાર કરતા પાદરાના મુખ્ય વેપારી એ જણાવ્યું હતું કે ખાદ્યતેલમાં ભાવની વધઘટ પામોલિન તેલ પર આધાર રાખે છે. આ તેલ પર ડ્યૂટી લાગતી હોવાથી તેલનો ભાવ વધેતો બીજા તેલનો ભાવ પણ વધી જાય છે. પાદરા વડુ પંથકમાં સીંગતેલ, કપાસિયા તેલ, સન ફ્લાવર, મકાઈના તેલ હાલ વધારે ખવાય છે. સન ફ્લાવર અને મકાઈમાં 700થી 1000નો ભાવ વધારો થયો છે. ઉલ્લેખનીય છેકે પામોલિન તેલમાં એક વર્ષમાં જ રૂ.600નો વધારો નોંધાયો હતો. જેને લઈને લોકોએ સિઝનમાં ભરવાનું ઓછું કર્યું છે. પેટ્રોલ-ડીઝલ ઉપરાંત ખાદ્યતેલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે મધ્યમ વર્ગને બેવડો માર લાગ્યો છે.

પહેલા લોકો સિઝનમાં સીંગતેલ અને કપાસિયા તેલના બારેમાસ ડબ્બા ખરીદતા હતા પણ ભાવ વધારાના કારણે લોકોએ ખરીદવાનું ઓછું કરી દીધું છે. એક લિટરથી 5 લિટરનું પાઉંચ ખરીદતા મજબૂર બન્યા છે. આમ પેટ્રોલ-ડીઝલ બાદ તેલના ભાવો વધતા બેવડો માર પડ્યો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. તેલના ડબ્બાનો હાલમાં ચાલી રહેલો ભાવ જેમાં સીંગતેલ 2650, કપાસીયાના 2650, સન ફ્લાવર 2400, મકાઈ 2400થી 2500, પામોલીન 2100નો ભાવ છે.

અન્ય સમાચારો પણ છે...