તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાદરામાં 10 દિવસથી કોરોનાનો શૂન્ય કેસ નોંધાતાં લોકોને રાહત

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં અત્યાર સુધી કોરોનાના 4500 કેસો નોંધાયા

પાદરામાં છેલ્લા 10 દિવસ ઉપરાંતથી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાવા પામ્યો નથી. પાદરામાં કોરોના સંક્રમણ ઘટતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાદરામાં અત્યાર સુધીમાં 4500 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાય ચૂક્યા છે અને મ્યુકરમાઈકોસિસનો એક જ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સોમવારે પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના તપાસ અર્થે 285 એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યા ન હતા. છેલ્લા 10 દિવસ ઉપરાંતથી એક પણ કેસ કોરોનાનો નહીં નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

કોરોનાના ટેસ્ટિંગ નેગેટીવ આવતા રાહત મળી હતી. પાદરા તાલુકાના તંત્ર કોરોના વાઈરસની કામગીરીમાં જોતરાયું છે. પાદરાના મુખ્ય હાઈવે રોડ તેમજ અનેક જગ્યાએ કોરોનાને ભૂલીને લોકો નિયમો ભંગ કરી રહ્યા છે. પાદરા વડુ પોલીસ સ્ટેશન રિક્ષાચાલકો અને બાઈક ચાલકો વાહનચાલકો રોકી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી રોજ કરી રહ્યા છે. ત્યારે લોકો પણ ગંભીર પરિસ્થિતિનાં ભૂલી જાગૃત થાય તે જરૂરી છે.

પાદરામાં જુદા જુદા પ્રાથમિક તેમજ સી.એસ.સી સેન્ટર ઉપર 18થી 45 વયના લોકોને રસીકરણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે. પાદરામાં આવેલ પીએચસી સહિત બે સીએચસી સેન્ટરો પર રોજે રોજ 1000 જેટલી વ્યક્તિઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે લોકો રજિસ્ટ્રેશન કરાવે છે તે લોકોનું વેક્સિનેશન પણ તમામ કેન્દ્રો ઉપર હાથ ધરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...