આયોજન:વડોદરા જિલ્લાના હોમગાર્ડઝની ભરતી પાદરા તાલુકામાં યોજાઇ

પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરાની પી. પી. શ્રોફ હાઇસ્કૂલમાં વડોદરા જિલ્લા હોમગાર્ડઝની પાદરા યુનિટ તથા વરણામા યુનિટની ભરતી પાદરા મુકામે રાખવામાં આવી હતી. એમાં પાદરા યુનિટમાં કુલ 45 જગ્યાઓ તથા વરણામાં યુનિટમાં કુલ 40 જગ્યાઓની ભરતી સામે બંને યુનિટમાંથી કુલ 127 અરજી આવી હતી. સદર ભરતીનો કાર્યક્રમ બુધવારે ડાયરેક્ટર જનરલની સૂચના અનુસાર જિલ્લા કમાન્ડન્ટના અધ્યક્ષ પદે તથા સરકાર નિયુક્ત પ્રતિનિધિ દ્વારા રાખવામાં આવ્યો હતો. પુરુષો માટે 1600 મીટરની દોડ તથા મહિલાઓ માટે 800 મીટરની દોડ તથા બીજી અન્ય પ્રવૃતિ મળી કુલ 100 માર્ક્સનો ટેસ્ટ હતો.

અન્ય સમાચારો પણ છે...