તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાદરા તાલુકાના અધિકારીઓના મનસ્વી વહીવટને કારણે રેશનિંગ ધારકો પરેશાન

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાંથી ફળવાયેલો જથ્થો દુકાનધારકો પાસે હોવા છતાં અપાતો ન હોવાની રાવ
  • ડબકાના રહીશ દ્વારા સીએમ, પુરવઠા મંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત

પાદરા તાલુકાના મામલતદાર, પુરવઠા અધિકારી તથા ગોડાઉન મેનેજરના મનસ્વી વહીવટને લઈને પાદરા તાલુકાની પ્રજા હેરાન પરેશાન છે. તેમજ સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો પણ હેરાન પરેશાન છે. સરકારનો સ્પષ્ટ અભિગમ ગરીબ લોકો તેમજ જરૂરિયાતમંદોને ટાઇમસર પોતાના હક્કનું અનાજ મળી રહે તેમજ વડાપ્રધાનનો પણ પ્રયત્ન ગરીબોને મરૂટ અનાજ ટાઇમસર મળી રહે તે માટેના છે. છતાં પાદરા તાલુકાના બેજવાબદાર અધિકારઓ આ પ્રકારની કાર્યવાહી નહિ કરી, પ્રજા કઈ રીતે હેરાન પરેશાન થાય અને સરકારની નીતિ રિતિઓ વગોવાય અને સરકાર સામે પ્રજાનો આક્રોશ કઈ રીતે વધે તે રીતના વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યા હોય તેવું આયોજન કરી રહ્યા છે.

જૂન મહિનાનું અનાજ મહિનાના આખરી દિવસો સુધી ગોડાઉનમાં નાખી રાખી પ્રજા સુધી પહોંચાડવામાં ઉના ઉતર્યા છે. ગોડાઉન મેનેજર તરફથી 15થી 20 તારીખની આસપાસ ગેટ પાસ બનાવી દઈ દરેક મંડળીને અનાજ ત્યાં ખાંડ પહોંચાડવાનું આયોજન ફક્તને ફક્ત ઓન પેપર બતાવી દઈ મહિનાની છેલ્લી તારીખો સુધી ટ્રાન્સપોર્ટના બહાના બતાવી ગેટ પાસ બનાવેલ હોવા છતાં ગોડાઉનમાં જ નાખી રાખેલ છે.

આવા કૃત્યને લઈને સસ્તા અનાજની દુકાન ધારકોનું અનાજ ગોડાઉનમાં પડી રહે છે. જ્યારે જિલ્લામાંથી ચેકીંગ માટે પુરવઠા નિરીક્ષકો આવે છે. ત્યારે ગોડાઉનમાંથી ફળવાયેલ જથ્થો પણ હાથ ... યાને દુકાનધારકો પાસે છે. તે રીતનું રેકર્ડ ઉપર બોલતું હોય. દુકાણધારકોએઆ અનાજ વેચી માર્યું હોવાના આક્ષેપો ઓન પેપર ઉપરના રેકર્ડને લઈને થતા હોય સસ્તા અનાજના સમચાલકોને જિલ્લામાંથી આવી નોટિસો મળવાને લઈ દુકાન સંચાલકોમાં દોડાદોડ માનસિક ચિંતાઓ અને આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાય છે.

વધુમાં અનાજ પહોંચાડવા જે વાહન માલિકોને કોન્ટ્રાકટ આપેલહોય તેઓ સમયસર અનાજનો જથ્થો જે તે સંચાલકને નહિ પહોંચાડી શકે તો તેની ડિપોઝીટ જપ્ત કરી, બ્લેક લિસ્ટ કરી, નવીન વ્યવસ્થા ગોઠવવા જરૂરી હોય છે. પણ જવાબદાર અધિકારીઓની લાલીયાવાડીને લઇ તેમજ પ્રજાને હેરાન કરવાના વ્યવસ્થિત પ્રયત્નોને લઈપોતાની જવાબદારીમાંથી ઉણા ઉતરતા હોય તે બાબતે તુરંત તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરી પ્રજાના હક્કનું અનાજટાઇમસર મળી રહે અને નામદાર સરકારનો અભિગમ સચવાઈ રહે તે માટે ઘટતાં પગલાં ભરવા લેખિત રજુઆત કરતા ખળભળાટ મચીજવા પામ્યો હતો.

ટેલિફોનિક વાતચીતમાં પ્રજાને સંતોષકારક જવાબ મળતો નથી
આ બાબતે મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કરતા સાહેબ હાજર નથી અને આપણે જે કાંઈ કહેવું હોય તે લેખિતમાં મોકલો તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપી દઈ અનાજ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું નામ લેતા નથી. આમ ટેલિફોનિક વાતચીતમાં પ્રજાને સંતોસકારક જવાબ મળતો નથી. શુ સરકારનો અભિગમ આવો છે.

અન્ય સમાચારો પણ છે...