ભાસ્કર વિશેષ:250 વર્ષ જૂનું જમણી સૂંઢના શ્રીજીનું દુુર્લભ મંદિર, આ મંદિર સૈકાઓથી દેશ-વિદેશના ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરા મધ્યસ્થના ઝંડાબજારમાં આવેલ જમણી સૂંઢના ગણપતિ. - Divya Bhaskar
પાદરા મધ્યસ્થના ઝંડાબજારમાં આવેલ જમણી સૂંઢના ગણપતિ.
  • ભાગ્યે જ જોવા મળતા જમણી સૂંઢના ગણપતિ મંદિરોમાંનું એક માત્ર મંદિર

પાદરા નગરના મદસ્થ એવા ઝંડાબજાર વિસ્તારમાં આવેલ અને ભાગ્યેજ જોવા મળતા જમણી સુંઢના ગણપતિ મંદિરોમાંનું એક માત્ર મંદિર એક દંત અને જમણી સૂંઢવાળા વિઘ્નહર્તા દેવ ગણપતિ. આ મંદિર ગુજરાતભરમાં વિરલ મંદિર ગણાય છે. રાજુપુરા ગામના ઈમાનદાર મલ્હારભાઉ નામના દક્ષની બ્રાહ્મણો બંધાવેલું લગભગ 250થી વધુ વર્ષો પૂરાનું છે. મંદિરનું પ્રવેશ દ્વાર નાની બારખવાળું હતું. જ્યાં હાલમાં માળીની દુકાન હતી. દલા પાદરીયાએ જયારે પાદરા વસાવેલું ત્યારે આ દુકાનમાં સ્થંભ રોપેલ હતો. મૂર્તિ સફેદ આરસની ચાર ફૂટ ઉંચી અને અઢી ફૂટ પહોળી છે. એક જ પથ્થરમાંથી બનાવેલ રિદ્ધિ-સિદ્ધિ સહિત પદમાસ આસવાળા છે.

આ ગણપતિ જમણી સુંઢના તથા એકદંત છે. જેથી મૂર્તિનું ઘણું મહત્વ છે. આ મંદિર વડોદરાના દાંડિયા બજારના તથા વાડી રંગ મહાલના ગણપતિ મંદિરની યાદ અપાવે છે. બારે માસ ભક્તોની આસ્થાનું પ્રતિક બની રહે છે. અહી વડોદરાના દક્ષની કોમના શ્રદ્ધાળુઓ નવરાત્રી અને ગણેશ મહોત્સવમાં દર્શન માટે આવે છે. મંદિર શિખર વડુ છે. મંદિરના ગભારાની રચના કમાનો વાડી છે. ગણપતિને વસ્ત્રોમાં ખેસ ધોતિયું અલાંટીયું તથા વિવિધ અલંકારો પહેરાવાય છે, સાથે સુંદર પાઘડી ભાતભાતની પહેરાવાય છે.

ચાંદીનું છત્ર સોના મઢેલ હતું. દાંત ગળામાં હાર તથા ચાંદીની પાવડીઓ પહેરાવવામાં આવે છે. મનોકામના પૂર્ણ કરતા અનેક ભક્તોનું આસ્થા જોડાયેલ છે. ભક્તો દર્શન કરી પ્રદક્ષિણા કરવાનું ચુકતા નથી. જમણી સુંઢના ગણપતિ બાપાનું મંદિર કોઠ ગામ અરણેજપાસે આવેલ છે.ઝંડા બજારમાં ગણપતિદાદાના મંદિરની સ્થાપના ગાયકવાડી શાસન દરમ્યાન 250 વર્ષ પૂર્વે થયેલ છે. આ મંદિરમાં બિરાજમાન ગણપતિદાદાની વિશિષ્ટમાં એછે કે તેઓ એકદંત છે. રિદ્ધિ-સિદ્ધિ સહિત છે અને જમણી સુંઢના છે.

અન્ય સમાચારો પણ છે...