નવરાત્રી:રણુ તુલજા માતાજીના મંદિરને રોશનીનો શણગાર, નવરાત્રીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

પાદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાની રણું તુલજા માતાજી સંસ્થાના પટરાંગણમાં નવરાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરને સુશોભન કરી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
પાદરાની રણું તુલજા માતાજી સંસ્થાના પટરાંગણમાં નવરાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરને સુશોભન કરી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે.

ગત વર્ષ કોરોનાની મહામારીને ધ્યાને લઈને માના સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવ ફિક્કો રહ્યો હતો. ફક્તને ફક્ત મહંત દ્વારા જૂજ ભક્તોની હાજરીમાં પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ચાલુ વર્ષ કોરોના હવે કાબુમાં આવતા સરકાર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવા માટે મદદ અંશે છૂટછાટ આપી છે.

ત્યારે રણું તુલજાભવાની માતાજીના મંદિર સરકારની ગાઈડલાઈનના પાલન સાથે માં ના સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી થનારી છે. જેના ભાગ રૂપે માં તુલજાભવાની માતાજીના સાનિધ્યમાં શારદીપ નવરાત્રીનો પ્રારંભ તારીખ 7 ઓક્ટોબરના રોજ થશે. જેમાં ઘટસ્થાપન સવારે 8:30 કલાકે રાખેલ છે.

પાદરાના અંબાજી મંદિરને રોશનીથી શણગારાયું
પાદરા-વડુ પંથકમાં નવરાત્રી દરમ્યાન વિવિધ માતાજીના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત માતાજી મંદિરના મહંત દ્વારા તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપી રહ્યા છે. મંદિરને સુશોભન કરી રોશની કરવામાં આવી રહી છે.

બોડેલીમાં ગાઈડ લાઈન વચ્ચે નવરાત્રી ઉજવાશે
​​​​​​​આદ્યશક્તિ શ્રી અંબે માં ના નવરાત્રિ પર્વની ગુરુવારથી ભક્તિભાવ પૂર્વક શરૂઆત થઈ રહી છે. ત્યારે બોડેલી, ઢોકલિયા અને અલીપુરા વિસ્તારમાં નવરાત્રિ પર્વની ઉજવણી માટેનુ આયોજન કોરોના ગાઈડ લાઈન વચ્ચે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...