વિરોધ:ઉમરાયામાં પૂજારીને દૂર કરવા રેલી યોજી વિરોધ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો-મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું
  • મામલતદારને આવેદન આપી ચીમકી ઉચ્ચારી

પાદરાના ઉમરાયા ગામમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે પાદરામાં રેલી યોજી હતી. ઉમરાયા ગ્રામજનોએ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઉમરાયા ગામમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરિવાર સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે પૂજારી અને તેમનો પરિવાર ગામના વડીલો બાળકો મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે.

જેને લઇને ઉમરાયા ગામ માં ભારે રોસ વ્યાપી જવા પામ્યો છે અને તાત્કાલિક ધોરણે પૂજારીને મંદિરમાંથી પરિવાર સાથે દૂર કરવાની ગ્રામજનોએ માગ કરી પાદરા મામલદાર ને આવેદનપત્ર આપ્યુ છે. પાદરાના ફૂલબાગ સ્થિત જકાતનાકા વિસ્તારમાંથી વિશાળ રેલી યોજી ગ્રામજનો બેનરો સાથે અને સૂત્રોચ્ચારો સાથે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં પાદરા મામલતદાર કચેરીની બહાર પણ મોટા પ્રમાણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ રેલીમાં બાળકો મહિલાઓ ગામના વડીલો અને યુવાઓ તમામ લોકો જોડાયા હતા અને બેનરો સાથે દેખાવો કર્યા હતા મોટી સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોએ પૂજારી પરિવાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોનો આક્ષેપ કર્યા છે કે પૂજારીના પરિવાર દ્વારા ગામના તમામ લોકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને અભદ્ર શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવે છે જેને લઇને આ પરિવારને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.જો દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમગ્ર ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેની માટે જવાબદાર તંત્ર અને પૂજારીના પરિવાર રહેેશે.

અન્ય સમાચારો પણ છે...