જુગાર:આથમણાપુરાના મુજપુરમાં 2 સ્થળે જુગારધામ પર દરોડો

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરાના આથમણાપુરાના મુજપુરમાં મહીસાગર માતાના મંદિરવાળા રોડ પર ઈંગ્લીશ દારૂના કવાટરિયા નંગ 17 કિંમત રૂ. 1700 એકટીવા 45000, મળી કુલ 46700ના મુદ્દામાલ બે ઈસમો સામે પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેમાં રેડ દરમ્યાન ઇન્દ્રજીતસિંહ ઉર્ફે લલ્લુ જયરામસિંહ પરમાર નાસી ગયેલ હતો. જેને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. જ્યારે સ્થળ પરથી તરુણ ઉર્ફે ગુલી દેવજીભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. તથા આથમણાપુરાના મુજપુરમાં અંબાજી માતાજી મંદિરની સામે પાદરા પોલીસે જુગારધામ પર રેડ પાડી 5 ઇસમોને ઝડપી પાડી 11,800નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરી હતી. જેમાં કનુભાઈ પરમાર, કમલેશ પઢીયાર, મુકેશ પઢીયાર, કિરણ પઢીયાર, જયદીપસિંહ મહિડા, તમામ રહે મુજપુરનાઓને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...