પશુઓનો ત્રાસ:પાદરામાં પશુઓને બાંધી રાખવા જાહેર સૂચના

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાના વિવિધ વિસ્તારમાં અડો જમાવિ રાખી રખડતા પશુ. - Divya Bhaskar
પાદરાના વિવિધ વિસ્તારમાં અડો જમાવિ રાખી રખડતા પશુ.
  • નગરમાં ગાય સહિત અન્ય રખડતા પશુઓથી અકસ્માત સહિતનો ત્રાસ વધ્યો છે

પાદરામાં વિવિધ વિસ્તારમાં પશુપાલકને પશુઓને બાંધીને રાખવા જાહેર સૂચના આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ગાય સહિત અન્ય પશુઓનો ત્રાસ ગણો વધી જવા પામ્યો હતો. રોડ રસ્તા પર બેસી જતી ટ્રાફિક તેમજ અકસ્માતોની પણ સમસ્યા સર્જાય છે. ઘણી વાર અકસ્માતોને પગલે ગાયને તેમજ વાહન ચાલકને પણ ઈજા થતી હોઈ છે.

ત્યારે જેનું નિવારણ અને અકસ્માતનો લોકો ભોગના બને અને ગાયને પણ ઈજાઓ ના થાય તે માટે પાદરા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને બાંધી રાખવા સૂચના અપાઈ છે. તેમ છતાં રખડતા ગાય કે અન્ય પશુ જણાશે તો પાદરા નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ગાય તથા અન્ય પશુપાલકોના માલિકોને તથા અન્ય લોકોને જાણ માટે પાદરાના વિવિધ નગરના વિસ્તારોમાં માઈકથી સૂચના આપવામાં આવી છે. તેમ છતાં રાખતા ગાય તથા અન્ય પશુ જણાશે તો તેને પાંજરાપોળ મોકલી આપવા જાહેરાત કરવામાં આવી છે.

રખડતા પશુ પકડી પાંજરાપોળ મોકલાશે
કેટલાક લોકોની નિષ્કાળજીને કારણે ગાય પ્લાસ્ટિક ખાય છે. ગાય માતાના પેટમાંથી પ્લાસ્ટિક નીકળે છે અને રસ્તામાં બેસે છે જેના કારણે ગાય અને માણસોને ઇજા થાય છે. પાલિકા ટીમે પાદરામાં રખડતા પશુઓને બાંધીને રાખવા સૂચના આપી છે. ગાય કે અન્ય પશુ જણાશે તો પાંજરાપોળ મોકલાશે .>ચૈતન્યસિંહ ઝાલા, પ્રમુખ પ્રવક્તા, પાદરા નગરપાલિકા