પોલીસનો ચાંપતો બંદોબસ્ત:પાદરા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત મુકાશે
  • ચૂંટણી કર્મચારીઓના પરિવહન માટે એસટી બસ ફાળવાઈ

એક તરફ કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે ત્યારે પાદરા તાલુકાની યોજાનારી 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગ્રામ્યસ્તરના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. રવિવારે 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીનું મતદાન યોજાશે. ત્યારે આજે મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસે તેમજ સામ દામ દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરવા માટે આજની રાત ઉમેદવારો માટે ખુબજ મહત્વની બની હતી. ઉમેદવારો દ્વારા ગામના વિકાસ માટે લોભામણા વચનો આપી ભજીયા-ચવાણું તેમજ ભોજનની મિજબાની કરાવવામાં આવી હતી. સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર પોલીસને ચાંપતો બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓ તેમજ કર્મચારીઓના પરિવહન માટે એસ.ટી બસ ફાળવવામાં આવી હતી. જ્યારે બેલેટ પેપર સાહીની બોટલ, સેનિટાઈઝર, ચૂંટણી લક્ષી સાહિત્ય અને મતપેટીઓ સહિતની કામગીરીમાં ઉપયોગી લેવાની ચીજવસ્તુઓ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિશેષતા એ હતી કે ઉમેદવારો એ તેમજ તેમના ટેકેદારોએ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો. ઉમેદવારો દ્વારા વ્હોટ્સેપ, ફેસબુક, ટ્વીટર સહિતના માધ્યમોનો ઉપયોગ કરી પ્રચાર ઝૂંબેશ ચલાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...