તૈયારી:પાદરામાં ઠેર ઠેર શેરી ગરબાની તૈયારી : રંગબેરંગી ચણિયાચોળીથી બજારનો માહોલ રંગીન બન્યો

પાદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ગરબાઓને પરમિશન ન મળતાં હજી જોઈએ તેવી ખરીદી નીકળી નથી

નવરાત્રિને આડે હવે ગણતરીના બે દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને લઈને પાદરાના બજારોમાં નિત નવા ટ્રેડિશનલ ડ્રેસો અને ચણિયાચોળીની ભરમાર જોવા મળી છે. મોટા ગરબાઓની નવરાત્રીની પરમિશન નહિ હોવાને કારણે હજી જોઈએ તેવી ખરીદી નહિ થતા વેપારીઓ પણ ખરીદીની વાટ જોઈ રહ્યા છે.

પાદરા-વડું પંથકમાં નવરાત્રીનો સમૂહ નવરાત્રીનો પાવન પર્વ હવે લોકહૃદયમાં થનગની રહ્યું છે. મહાશક્તિના આ મહાઉત્સવને ઉજવવા ઉમંગ જોવા મળી રહ્યો છે. સરકારે જાહેર નવરાત્રીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે સોસાયટી, મહોલ્લા, અને પોળોમાં શેરીગરબા યોજવા માટે કોઈ પાબંધી લગાવવામાં આવી નથી. જે સરકારની ગાઈડલાઈન મુજબ થશે.

ત્યારે શેરીગરબામાં પણ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજી ગરબે ઘુમવા નગરજનોમાં એટલો જ ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રીની આડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના માહોલને રંગીન બનાવવા યુવા હૈયાઓ ગરબા તેમજ અલગ-અલગ સ્ટેપની રમઝટના ટ્રેડિશનલ ગરબાથી સજ્જ થઈ ગયા છે.

જેના વગર નવરાત્રી પર્વ ઝાંખી લાગે તેવા ટ્રેડિશનલ ડ્રેસ અને વિવિધ વેરાયટી વાળા ગામઠી ચણિયાચોળી પાદરાના બજારોમાં જોવા મળી રહી છે. નવરાત્રી પર્વને લઈ પાદરાના કાપડ બજારમાં અવનવી ડિઝાઇન વાળી રંગ બે રંગી ચણિયાચોળીઓની ભરમારથી સમગ્ર બજારનો માહોલ રંગીન જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ભાવોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. મોટા ગરબાઓમાં નવરાત્રી પરમિશન ન હોવાને કારણે હજી જોઈએ તેવી ખરીદી નહિ થતા વેપારીઓ પણ ખરીદીની વાટ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...