દિવ્ય અસ્થિકુંભ દર્શન:પાદરામાં પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના ‘દિવ્ય અસ્થિકુંભ દર્શન’નો કાર્યક્રમ

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો સહિત રાજકીય અગ્રણીઓએ લાભ લીધો

દિવ્ય સંતના દિવ્ય અસ્થીના દિવ્ય દર્શન પાવનકારી સમાજને આત્મીય બનો સૂત્ર આપી આત્મીય સમાજનું સર્જન કરનાર તથા યુવકો મારા પ્રાણ છેના મંત્ર થકી યુવા જગતને ભક્તિમાર્ગે દોરનાર પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના રવિવારે પાદરામાં દિવ્ય અસ્થિકુંભ દર્શન માટે પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિર્મળતા, સરળતા અને સહજ સ્વભાવના ધની, અવિરત આત્મીયભાવ વહેવડાવનાર પ.પૂ.હરિપ્રસાદસ્વામી વંદન સહ કાયમી આશીર્વાદની અભિલાષા સાથે પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીના દિવ્ય અસ્થિકુંભ દર્શન પૂજન પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પતા હરિધામ સોખડાના સંતો ત્યાગવલ્લભ સ્વામી, અક્ષર પ્રદેશ શ્રીજીવલ્લભ સ્વામી અને બરોડા ડેરીના ચેરમેન દીનુમામા અને ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી, કાછિયા સમાજના પ્રમુખ કાલિદાસ મામા ના સાનિધ્ય માં યોજાયો.

જેમાં બરોડા ડેરીના ચેરમેન દીનું મામાએ સત્સંગ સભામાં સંબોધતાં જણાવ્યું કે,સમાજને આત્મીય બનો સૂત્ર આપી આત્મીય સમાજનું સર્જન કરનાર તથા યુવકો મારા પ્રાણ છેના મંત્ર થકી યુવા જગતને ભક્તિમાર્ગે દોરનાર પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીને કોટી કોટી વંદન. તેમજ પાદરામાં પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીનો જન્મદિન સમારોહ પાદરામાં 5 મે 1987માં યોજાયેલ તેની યાદો હરિભક્તોને વાગોળી હતી.અને જણાવ્યું કે ,મારા રાજકીય જીવનમાં અનેક સેવાકાર્યો, પ્રજાહિતના કર્યો, આદિવાસી સમાજ અને યુવાનો સાચે માર્ગે વાળ્યા હતા.

જ્યારે હરિધામ સોખડા ના ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, શિક્ષણ-સંસ્કારના જ્યોતિર્ધર, સત્ય, પ્રેમ અને કરુણાના ઈશ્વરઅવતાર, સહુના આત્મીય એવા પ.પૂ.સ્વામીશ્રીનું અનુસરણ સહુ કરશે. તેઓશ્રીના આશીર્વાદ નિરંતર પ્રાપ્ત થતાં રહે એવી પ્રાર્થના કરી હતી. સ્વામીજીએ અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાના મૂર્તિમાન સ્વરૂપ પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીએ, વિશ્વભરમાં આત્મીય સૃષ્ટિના સર્જનથી અધ્યાત્મ, શિક્ષણ, સમાજસેવા અને આરોગ્યના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન અર્પ્યું છે.

અન્ય સમાચારો પણ છે...