હવામાન:પાદરામાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે વીજ પુરવઠાના ધાંધિયા

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોસાયટી વિસ્તારોમાં બે દિવસથી વીજ પુરવઠો ઓચિંતો જતો રહે છે. તેના કારણે હાલમાં પડી રહેલ ભારે અસહ્ય ગરમીમાં લોકો રહી શકતા નથી. જેમાં પાદરાનાં સરદાર માર્કેટ શ્રધ્ધા એવાન્યું, યોગી ડુપ્લેક્સ, અંબાલાલ પાર્ક સહિતની તાજપુરા રોડની સોસાયટીઓનાં રહીશો બપોરના સમયે વીજ પુરવઠો ઓચિંતો જતો રહેતાં 42 ડિગ્રી ગરમીમાં ઘરોમાં રહેવું અઘરું બની ગયું હતું. ત્યારે વીજ કંપનીઓ અતિ ભારે ગરમીમાં વીજ પુરવઠો જળવાઈ રહે તેવો પ્રયત્ન કરે તેવી લોક માગણી અને લાગણી ઉઠવા પામી છે. આં અંગે પાદરા વીજ કંપની એમજીવીસીએલનાં ડેપ્યુટી એન્જિનિયર પ્રધાનને પૂછતા પોતે બીજા દિવસની વીજળી ડૂલ થઈ તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...