હાલાકી:ડભાસા ફીડરમાં ખેતીવાડી માટે અપાતી વીજ લાઈન ખેડૂતોના માથાનો દુ:ખાવો

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાયામાં ​​​​​​​એકલબારા​​​​​​​ ફીડર લાઈનમાંથી કનેક્શન આપવા માગ

પાદરાના ઉમરાયા 50 ટકા વસ્તી છેલ્લા 25 વર્ષથી કાયમી ધોરણે વસવાટ કરે છે. ગ્રામજનો નાના મોટા શુભ-અશુભ પ્રસંગો સીમ વિસ્તારમાં જ રાખતા હોય છે. પરંતુ હાલમાં સીમ વિસ્તારમાં આવેલ ડભાસા ફીડર ખેતીવાડીની લાઈનમાંથી વીજ મીટરો આપેલ છે. જે લાઈન છેલ્લાં કેટલાક સમયથી અનિયમિત વીજળી માં તેમજ ગમે તે સમયે વારંવાર વીજળી ડુલ થઈ જાય છે. ત્યારે ચાલુ થવાનો કોઈ સમય નક્કી હોતો નથી. જેથી ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે. બાળકોને અભ્યાસ કરવામાં ખુબજ મોટી મુશ્કેલીઓ ઉભી થયેલ છે.

લાઈટના અભાવે પાણીની પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી ઉમરાયા સીમ વિસ્તારના અલગ-અલગ જગ્યાએ લગભગ 500થી 600 મકાન ધરાવતી વસ્તી કાયમી ધોરણે વસવાટ કરતી હોઇ તેમજ ઉમરાયા ગામે પીવાનું પાણી બિલકુલ ખારું અને પીવાલાયક ન હોય જેથી સીમ વિસ્તારમાં બનાવેલ નાના-મોટા બોરવેલો મોટર વીજ હેડ પમ્પો ચલાવીને પાણી પીતા હોય છે. ઉમરાયાના સીમ વિસ્તારમાં ડભાસા ખેતીવાડી ફિડરમાંથી કનેક્શનો બંધ કરી એકલબારા ફીડરની લાઈનમાંથી વીજ મીટર કનેક્શનો ચાલુ કરી આપવા સરપંચ ભુપેન્દ્રભાઈ સિંધાએ લેખિત રજુઆત મુખ્યમંત્રી, કલેકટર અને મામલતદારને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...