પાદરામાં દુર્ઘટના:પૂ. રંગઅવધૂત મહારાજની પાદુકાજીની મેડીએ આગ, બધું બળ્યું પણ આગ પાદુકાને અડી શકી નહીં

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાની નાંદેરાશેરીમાં રંગ અવધૂત મહારાજની પાદુકાની મેડીએ અચાનક આગ લાગતા સિહાસન અને દૂર્લભ ફોટા બળ્યાં હતી. પરંતુ પાદુકાજી હેમખેમ રહ્યાં હતાં. - Divya Bhaskar
પાદરાની નાંદેરાશેરીમાં રંગ અવધૂત મહારાજની પાદુકાની મેડીએ અચાનક આગ લાગતા સિહાસન અને દૂર્લભ ફોટા બળ્યાં હતી. પરંતુ પાદુકાજી હેમખેમ રહ્યાં હતાં.
  • નાંદેરા શેરીમાં પાદુકા દાયકાઓથી બિરાજે છે, ચાંદીથી મઢાયેલા ફોટો પણ નાશ પામ્યાં

પાદરાના નાંદેરાશેરીમાં આવેલ પૂ.રંગ અવધૂત મહારાજની પાદુકા જ્યાં બિરાજે છે તે મેડીએ અચાનક આગ લાગી હતી. જેમાં સદનસીબે કોઈ જાણહાનિ થઈ નથી. પરંતુ મેડીએ આવેલ રંગ અવધૂત મહારાજની પાદુકાનું સિંહાસન, પૂજાપો તથા રંગ અવધૂત મહારાજના ચાંદીથી મઢેલા ફોટા બળીને ખાખ થઇ જવા પામ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ પાદરાના નાંદેરાશેરીમાં આવેલ રંગ અવધૂત મહારાજના પાદુકાની મેડીએ એકા એક આગ ભભૂકી ઉઠી હતી. આગ ભભૂકતા જ સ્થાનિક રહીશોમાં બૂમાબૂમ મચી હતી. સ્થાનિક રહીશો તથા ભક્તો દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો કરાતા ઘણી વારે આગ કાબુમાં આવી હતી.

રંગજયંતીનો 1955નો ફોટો બળ્યો
1955ના વર્ષમાં રંગજયંતીની રંગેચંગે ઉજવણી થઇ હતી. જેનો દુર્લભ ફોટો પણ રંગઅવધૂત મહારાજના સિંહાસન પર બિરાજમાન હતો. જે પણ આગમાં નાશ પામ્યો હતો.

ડોંગરેજી મહારાજને આપેલો ફોટો બળી ગયો
રંગ અવધૂત મહારાજ પાદરા ખાતે 1953માં પધાર્યા હતાં. આ ઉપરાંત તેઓએ ડોંગરેજી મહારાજને તેમની પાદરા ખાતેની કથા વેળા તસવીર પ્રસાદ સ્વરૂપે ભેટ કરી હતી. જે તસવીર પણ અત્યંત દુર્લભ હતી અને આ જ સ્થળે પૂ રંગઅવધૂત મહારાજની પાદુકાના સિંહાસન પર જ બિરાજમાન હતી. તે અત્યંત દુર્લભ તસવીર પણ આગમાં બળી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...