ફ્રી ટ્રેનિંગ કેમ્પ:પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટની નિ:શુલ્ક તાલીમ અપાશે

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઇની લેવામાં આવનાર ફિઝિકલ ટેસ્ટને લઈને પાદરા પોલીસ સ્ટેશન દ્વારા ફ્રીમા ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

પાદરા તાલુકા અને શહેર વિસ્તારના યુવકો માટે પાદરા પોલીસે કોન્સ્ટેબલ તેમજ પી.એસ.આઇ માટેની રસ ધરાવતા તેમજ જે લોકોના પરીક્ષા માટેના ફોર્મ ભરેલા હોય તેવા યુવકો માટે પાદરા પોલીસે પાદરા વડોદરા હાઇવે પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ફ્રી ગ્રાઉન્ડ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે પાદરાના પી.આઈ એસડી ધોબી સહિતના પોલીસ સ્ટાફ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરતા નિરીક્ષણ કરતા જોવા મળ્ય હતા. પોલીસ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર પાદરા તાલુકા અને શહેરના યુવકોને પોલીસ વિભાગ દ્વારા રોજ સવારે 6થી દસ વાગ્યા સુધી રનીંગ તેમજ ફિઝિકલી એક્સરસાઇઝ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જે લોકોએ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટ માટે ફોર્મ ભર્યા હોય તે લોકોને પાદરા પોલીસનો સંપર્ક કરી લાભ લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...