તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:ગાયબ કે ચોરી થયેલ રેલિંગ બાબતે અરજદારના પાદરા પાલિકામાં ધરણાં

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અરજદાર વિજય ગોહિલ પાલિકાના અધિકારીના રૂમમાં ધરણા પર બેસી ગયા હતા. - Divya Bhaskar
અરજદાર વિજય ગોહિલ પાલિકાના અધિકારીના રૂમમાં ધરણા પર બેસી ગયા હતા.
 • લેખિતમાં જવાબ મળતાં ધરણાં સમેટવામાં આવ્યા

પાદરાના શારદા હાઈસ્કૂલ સામેની વરસાદી કાંસ પાસેની લોખંડની રેલીંગ એકાએક ગાયબ કે ચોરી થઈ હોવાથી પાદરાના વિજય ગોહિલે પાલીકામાં અરજી કરી હતી. અને ચોરી થઈ હોય તો પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.

લાખો રૂપિયાનું ગાયબ થયેલ રેંલીગ એકાએક પાલીકામાં તે પણ થોડું જ મટીરીયલ આવતા આ કિસ્સા પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આવેલ રેંલીગના લોખંડ ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો. જે માટે અરજદાર જવાબ માંગતા તેને બાય બાય ચારણીની જેમ એક ટેબલથી બીજા ટેબલ પર ધક્કા ખવડાવતા અરજદાર વિજય ગોહિલ ગાયબ થયેલ લોખંડની પાછી આવેલ મટિરિયલનો લેખિતમાં જવાબ આપવાની માંગ સાથે પાલીકાના અધિકારીના ટેબલ સામે ઘરના પર બેસી ગયા હતા.

ત્રણેક કલાકના ધરણા બાદ નગરપાલિકા તરફથી લેખિત જવાબ આપવામાં આવ્યો હતો, કે શારદા હાઇસ્કૂલ પાદરાથી રેલવે ફાટક સુધીની લોખંડની રેલીંગ બાબતે ગતરોજ તપાસ કરતા કેટલીક રેલીંગ જલારામ મંદિર પાસે મળી આવી હતી. તથા કેટલીક રેલીંગ કમલેશભાઈ ગાંધીના ખેતરમાં શેડ સ્વરૂપે જણાયેલ હતી. પરંતુ શુક્રવારના રોજ પુનઃ તપાસ કરતા અંબાશંકરી કમલેશભાઈ ગાંધીના ખેતર પાસે પાઇપો કટીંગ કરેલ બિનવારસી હાલતમાં મળેલ છે. જે શુક્રવારના રોજ નગરપાલિકા ખાતે ઉઠાવી લાવી જમા કરાઈ છે. જ્યારે કેટલીક રેલીંગ વિશ્વકર્મા મંદિરમાં લગાડવામાં આવી હતી. હવે જોવુ રહ્યું કે નગરપાલિકા આ ગાયબ કે ચોરી થયેલ રેલીંગ બાબતે પોલીસ ફરિયાદ કરે છે કે ઘીના ઠામમા ઘી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો