તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને જતાં પાદરા વડુમાં પેટ્રોલ ડીઝલની ખપત ઘટી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારાને પગલે લોકોની હાલત કફોડી
  • તાલુકામાં મહિને 5 લાખ લિટર ઉપરાંત પેટ્રોલ તેમજ 10 લાખ લિટર ઉપરાંત ડીઝલનું વેચાણ

પાદરામાં કોરોનાની પ્રથમ લહેર બાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જતાં વેચાણમાં 20થી 25 ટકાનો ઘટાડો થયાનું જાણવા મળે છે. પાદરામાં કોરોનાની પ્રથમ લહેર ની લોકડાઉનમાં વેપાર ધંધા રોજગારને મોટા ફટકા સાથે મોંઘવારીએ મોં ફાડતા સામાન્ય મધ્યમવર્ગ અને ગરીબ જનતાની હાલત કફોડી બની જવા પામી છે. કોરોનાની બીજી લહેર સાથે પેટ્રોલ ડીઝલના ભાવોમાં સરકાર અને ઓઈલ કંપનીઓએ ભાવ વધારાનો કમરતોડ બોજ નાખતા લોકોને રોજેરોજનું પેટ્રોલ ડીઝલ પુરાવવું પડે તેવી નોબત જોવા મળે છે.

પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને જતા પાદરા વડુ પંથકમાં પેટ્રોલ ડીઝલની ખપતમાં ઘટાડો થયાનો પેટ્રોલ ડીઝલ ડીલરો એકરાર કરી રહ્યા છે. પાદરા શહેર તાલુકામાં અંદાજિત 18થી 20 પેટ્રોલ પંપ આવેલા છે. જે કાર્યરત છે. તાલુકામાં દર મહિને પાંચ લાખ લિટર ઉપરાંત એવરેજ પેટ્રોલ તેમજ ડીઝલ દશ લાખ લિટર ઉપરાંતનું વેચાણ થતું હોય છે. એવરેજ રોજનું 20 હજાર ઉપરાંત લિટર પેટ્રોલ અને 40 હજાર ઉપરાંત લિટર ડીઝલનું વેચાણ થતું હોય છે. પરંતુ ભાવ વધારાના પગલે લોકો જરૂરિયાત મુજબ ઇંધણ પુરાવતા વેચાણમાં અંદાજિત 20થી 25 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.

ઇંધણના વેચાણના ઘટાડા પાછળ મુખ્ય કારણ ભાવ વધારો ઉપરાંત શાળા કોલેજો અને ટ્રાવેલિંગ બંધ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ પેટ્રોલ 97 પ્રતિ લિટરે, ડીઝલ 98 રૂપિયાની નજીક પહોંચી જવા પામ્યું છે. મોંઘવારીએ બેરોજગારના સમયમાં લોકોને ના છૂટકે ભાવ વધારાનો બોજ ઉઠાવવો પડે છે. ગત માસમાં પેટ્રોલ ડીઝલમાં ચાર રૂપિયા જેટલો વધારે થવા પામ્યો છે. લોકોને રોજગારી મેળવવા ના છૂટકે વાહનનો ઉપયોગ કરવો પડે છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આસમાને જતાં રોજેરોજ પુરાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

હાલ માં પેટ્રોલની સરખામણીએ ડીઝલની ખપતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘાદાટ ઇંધણના ભાવ વધારાથી બચવા અમુક વાહન માલિકો સી.એન.જી. ગેસ સસ્તો પડતો હોવાથી વાહનોમાં સી.એન.જી ગેસ કિટ કરાવવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...