તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાદરામાં વીજ પુરવઠો કલાકો બંધ રહેતાં પ્રજા દુ:ખી

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકટોળાએ હલ્લાબોલ કર્યો. - Divya Bhaskar
વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકટોળાએ હલ્લાબોલ કર્યો.
  • સ્થાનિક કોર્પોરેટરો તેમજ નાગરિકોએ વીજ કંપની પર દોડી આવી ભારે રોષ વ્યક્ત કર્યો
  • ઉનાળાની ગરમીના સમયે જ વીજપુરવઠો કલાકો સુધી બંધ રહેતાં નાગરિકો ત્રાહિમામ

પાદરામાં ગતરાત્રે વીજળી વેરણ બનતા નગરજનોએ વીજકંપની પર હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો. પાદરા એમજીવીસીએલનું સબસ્ટેશન-1 ફરી એકવાર વિવાદમાં આવ્યું હતું. શનિવારે રાત્રે પાદરાના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો, વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોએ ફોન કરે તો વીજ કંપનીની કચેરીમાં કોઈ પણ ફોન ઉપાડતા નહીં હોવાના આક્ષેપો થયા છે. સબ સ્ટેશન ખાતે માત્ર એક જ કર્મચારી હોવાના નાગરિકોએ આક્ષેપો કર્યા છે, સાથે કલાકો સુધી વીજ પુરવઠો નહીં આવતા આક્રોશિત યુવાનો પાદરા વીજ કંપનીની કચેરી પહોંચ્યા હતા અને હલ્લો મચાવી વીજ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા કંપનીના મુખ્ય અધિકારી પ્રધાન પણ ફોન નથી ઉપાડતા હોવાનું જણાવ્યું હતું.

ઉનાળાની ગરમીના સમયે જ વીજપુરવઠો કલાકો સુધી બંધ રહેતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અને નાગરિકો અને સામાજિક કાર્યકરો પણ વીજકંપની પર દોડી આવ્યા હતા અને જીઇબી સામે આક્રોશ તેઓએ વ્યક્ત કર્યો હતો. પુરવઠો ખોરવાતા પાલિકાના નગરસેવકો પણ આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ આક્ષેપો કર્યા હતા.એમજીવીસીએલ દ્વારા કામ કરવા માટે ગત સપ્તાહે તબક્કાવારમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કર્યો હતો, તો પછી વારંવાર વીજ પુરવઠાની સમસ્યા કેમ સર્જાય છે તેવા પ્રશ્નો નગરજનોએ કર્યા હતા. અને મોડીરાત્રે લોક ટોળાઓ એમજીવીસીએલ ખાતે પહોંચ્યા હતા.

જ્યારે કંપનીમાં આવ્યા ત્યારે પૂરતો સ્ટાફ નહીં હોવાના પણ આક્ષેપ નગરજનોએ કર્યા હતા. વીજ કંપની તરફથી વ્યવસ્થિત જવાબ નહીં મળતા રોષે ભરાયેલા નાગરિકોએ વીજ કંપની પર હલ્લાબોલ કર્યો હતો અને તેના પગલે ઘટનાસ્થળે પાદરા પોલીસ પહોંચી આવી હતી.પાદરાના સ્ટેશન, નવાપુરા, આંબાવાડી, પધરાઈ, ભાવસારવાડ સહીતના અનેક વિસ્તારોમાં લાઈટો ડુલ થતા સ્થાનિક કોર્પોરેટરો પણ એમજીવીસીએલ ખાતે દોડી ગયા હતા. અને તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આવનાર સમયમાં વધુ હલ્લાબોલ થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...