બેઠક:‘વન ડે - વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત પાદરામાં 25મીએ પાટીલ આવશે

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમની સમીક્ષા બેઠક પાદરા નગરમાં યોજાઈ

પાદરામાં વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું 25 મે પાદરામાં આગમન થશે. જે કાર્યક્રમની સમીક્ષા બેઠક પાદરા નગરમાં યોજાઈ હતી.

આ જ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી તમામ રાજકીય પક્ષઓ સક્રિય થયા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ' કાર્યકમ અંતર્ગત આગામી 25મી મેના રોજ પાદરા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું આગમન થશે.

જેમાં અગલ અલગ બે કાર્યકમોમાં હાજરી આપશે. જેમાં પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે પ્રથમ કાર્યકમ યોજાશે. જેમાં દિવ્યાંગો તથા કામદારો સહિત સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. ત્યારબાદ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે નિવૃત શિક્ષકો તથા નિવૃત સરકારી કર્મચારીઓ સાથે સંવાદ કરશે.

આમ પાદરા ખાતે 'વન-ડે વન-ડિસ્ટ્રિક' અંતર્ગત પાદરા ખાતે બે કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે પાદરા શહેર અને તાલુકાના ભાજપના મુખ્ય કાર્યકરોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી, પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી, શહેર મંત્રી અર્પિત ગાંધી, સહિતના કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...