હોબાળો:પાદરા ST ડેપો પર પાસ કાઢવા બાબતે હોબાળો, ડેપોમાં ઘણા સમયથી મુસાફરોને પડતી હાલાકી

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાના એસટી ડેપોમાં બુધવારે પાસ કઢાવવા બાબતે પાદરા એસટી ડેપો ખાતે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
પાદરાના એસટી ડેપોમાં બુધવારે પાસ કઢાવવા બાબતે પાદરા એસટી ડેપો ખાતે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
  • યોગ્ય સમયમાં પાસ ન કાઢી આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ

પાદરાના એસટી ડેપોમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો છેલ્લા ઘણા સમયથી ભોગવવો પડી રહ્યો છે. ત્યારે બુધવારે પાસ કઢાવવા બાબતે પાદરા એસટી ડેપો ખાતે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાદરા એસટી ડેપોમાં એસટી વિભાગ અયોગ્ય વ્યવસ્થાના કારણે બસ પાસ કઢાવવા આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહી છે. ભારે મુશ્કેલીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. કલાકો સુધી અને ત્રણ-ત્રણ દિવસ સુધી લાઈનમાં ઉભું રહેવા છતાં પણ યોગ્ય સમયમાં પાસ નહીં કાઢી આપતા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની સ્કૂલ ન બગડે તે માટે સિનિયર સિટીઝનોને પણ લાઇનમાં ઊભું રહેવું પડતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પાસ બારી પર મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો.પાદરા એસટી વિભાગના અધિકારીઓ અયોગ્ય વર્તન કરતા હોવાના પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. વાલીઓ દ્વારા પાસ કાઢનારને કોમ્પ્યુટર પણ નથી આવડતું અને બીજા પાસે સિખીને તે કરે તેમ કરી ધીમી ગતિએ પાસ કાઢતા હોવાના આક્ષેપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...