દુર્ઘટના:પાદરાની ન્યુટ્રી બાયો સોલ્યુશન કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનિમલ ફાર્મા બનાવતી કંપનીમાં લાગેલી આગ કલાકો બાદ કાબુમાં આવતાં હાશકારો
  • કંપનીમાં કામદારો છૂટ્યા બાદ ઘટના બનતાં કોઈ જાનહાનિ ના થઈ

પાદરાના જાસપુર રોડ પર આવેલ ન્યુટ્રી બાયો સોલ્યુશન નામની કંપની જે એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવે છે તેમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. પાદરાના જાસપુર રોડપર કંપનીમાં આગ લાગતા સૌ પ્રથમ કોલ પાદરા ફાયર વિભાગને મળતા પાદરા નગર પાલિકાની ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગ્યા હતા.

બીજી તરફ આસપાસના રહીશો તેમજ બાજુમાં આવેલી કલર કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આગ વિકરાળ હોવાથી મહુવડ પાસેના ફાયર ફાયટર તેમજ વડોદરા મકરપુરાના ફાયર ફાયટરો પણ દોડી આવ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા માટે લશકરોને સફળતા મળી હતી. બીજી તરફ કંપનીમાં કામદારો છૂટયા બાદ આગની ઘટના બનતા કોઈ જાનહાની કે અનિચ્છનિય ઘટના બની ન હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં લશકરોને સફળતા મળી હતી.

પાદરા જાસપુર રોડ પરની કંપનીમા લાગેલી ભીષણ આગમાં આગનું કારણ અકબંધ છે. સાચું કારણ જાણી શકાયું નથી. કંપનીના મેનેજમેન્ટ પર આગની ઘટના અંગેની જાણ થતાં દોડી આવ્યા હતા. જ્યાં હજુ કંપનીને નુકશાન અંગેનો ચોકસ આંકડો પણ મળી શકાયો નથી. કંપનીના સીઈઓ તશિલ જોષીએ જણાવ્યું હતું કે, હજી અમે ઉપર જઈ શક્યા નથી એટલે કેટલું નુકશાન થયું તેનું અમને ખબર નથી.

આગ કાબૂમાં લેવા 5 ફાયર વેહિકલ કામે લાગ્યા
પાદરા નગર પાલિકા - 1, મહુવડ ફાયર - 1 અને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ- 3 મળી કુલ 5 ફાયર વ્હિકલ કામે લાગી હતી. બે કલાક ઉપરાંતની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. બાજુમાં આવેલી કલર કંપનીએ નજીકના ગોડાઉન ખાલી કરવાની કામગીરી શરૂ કરવી પડવાની ફરજ પડી હતી.

વર્કરો છૂટી ગયા હોવાથી આગનું કારણ જાણી શકાયું નથી
પાદરાના જાસપુર રોડ પરની ન્યુટ્રી બાયો સોલ્યુશન કંપનીમાં આગ લાગી હતી અને જે અત્યારે આગ કાબુમાં છે. કૂલિંગનો પ્રોસેસ ચાલી રહ્યો છે. વર્કરો છૂટી ગયા હોવાથી આગનું કારણ જાણી શકાયું નથી. કુલ 5 ફાયર ફાયટરો કામે છે. રો - મટીરીયલ સ્ટોરેજ કંપાર્ટમેન્ટમાં થોડી ફાયર છે. જેમાં કૂલિંગ પ્રક્રિયા ચાલુ છે.> જયદીપ ગઢવી, સબ ફાયર ઓફિસર, વડોદરા

અન્ય સમાચારો પણ છે...