તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પાદરાના ડોક્ટરોએ OPD બંધ રાખી વિરોધ નોંધાવ્યો, તબીબના હુમલાના વિરોધમાં પાદરાના ડોક્ટરો જોડાયા

પાદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડૉકટરો દ્વારા વિરોધ નોંધાવી ઓ.પી.ડી. બંધ રાખી હતી. - Divya Bhaskar
ડૉકટરો દ્વારા વિરોધ નોંધાવી ઓ.પી.ડી. બંધ રાખી હતી.
 • OPD બહાર વિરોધ દર્શાવતા પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો

ગત મંગળવારની રાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં ખાનગી તબીબ પર દર્દીના પરિજનો દ્વારા હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. બાદમા પોલીસે આરોપીની અટકાયત પણ કરી હતી. પરંતુ તબીબ પર હુમલાના વિરોધમા તાત્કાલિક વડોદરાના તબીબો વારસિયા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી ગુરુવારના રોજ વડોદરા શહેર જિલ્લાના આશરે 7000 ડોકટર દ્વારા ઓ.પી.ડી. બંધ રાખશેનું એલાન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ગુરુવારના રોજ વડોદરાના ડોકટરોએ ઓ.પી.ડી. બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પાદરાના તબીબો પણ આ હડતાળમા જોડાયા હતા અને ઓ.પી.ડી. બહાર વિરોધ દર્શવાતા પોસ્ટર લગાવી ઓ.પી.ડી. બંધ રાખી હતી.

ડોક્ટર પર થતા હુમલા સમાજ માટે નિંદનીય છે
ડોકટર પર થતા હુમલા ખુબજ દુઃખદ છે અને સમાજ માટે નિંદનીય છે. જેના કારણે ભવિષ્યમા ઇમજન્સીમા આવતા દર્દીને તાત્કાલિક સારવાર કે ઓપરેશન કરતા ડોકટર અચકાશે. - ડૉ. વીરેન જેઠવા, પ્રમુખ, પાદરા ડોકટર એસોશિયેશન

આવા બનાવો બનશે તો ભવિષ્યમાં ઈમરજન્સીમાં દર્દીની સારવાર કરતા કોઈ પણ ડોક્ટર વિચારશે
આરોપીને પકડી પાડી પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ એક સામાજિક દૂષણ છે. સમાજે ચેતી જવાની જરૂર છે. જો આવા બનાવો બનશે તો ઇમરજન્સીમા દર્દીની સારવાર કરતા કોઈપણ ડોકટર વિચારશે. સરવાળે સહન સમાજે અને દર્દીએ કરવાનું રહેશે. આવા બનાવો ન બને એ માટે જનજાગૃતિ લાવવાની જરૂર છે. - બિપીનભાઈ શ્રોફ, તબીબ, પાદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો