તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાદરાના CHC અને PHCને 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 2 વેન્ટિલેટરની સુવિધા મળી

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિનુમામા સંચાલિત જશોદા બા ચેરિટેબલ ટ્રસ્ટ અને એ.એન.ઝેડ ટ્રસ્ટ દ્વારા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બે વેન્ટિલેટરની સાધન સહાય. - Divya Bhaskar
દિનુમામા સંચાલિત જશોદા બા ચેરિટેબલ ટ્રસ્ટ અને એ.એન.ઝેડ ટ્રસ્ટ દ્વારા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બે વેન્ટિલેટરની સાધન સહાય.
  • એ. એન. ઝેડ ચેરિટી અને જશોદા બા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 60 લાખના સાધનોની સહાય
  • હવે દર્દીઓને પાદરામાં જ સારી સારવાર મળી રહેશે

એ. એન. ઝેડ ચેરીટી અને જશોદા બા ચેરીટેબલ ટ્રસ્ટના દિનુમામા દ્વારા પાદરા ખાતેના સી.એચ.સી સેન્ટર અને પી.એચ.સી સેન્ટરોમાં કોવીડના દર્દીઓની સારવાર માટે 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બે વેન્ટિલેટરના સાધનની સેવા આપવામાં આવી છે. આશરે 60 લાખના સાધનની સહાય ચેરીતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા છે. પાદરામાં કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સારવાર મળી રહે તે હેતુ આ નવીન ઓક્સીજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટરની સેવા આપવામાં આવી છે. પાદરાના માજી ધારાસભ્ય દિનુમામા સંચાલિત જ્શોદા બા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ એ. એન. ઝેડ ચેરીટી દ્વારા પાદરામાં 15 ઓક્સીજન કોન્સેનટ્રેટર અને 20 વેન્ટીલેટરની સેવા ઉભી કરવામાં આવી છે.

પાદરામાં આવેલા કોવીડ સેન્ટરોમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે આ સેવા રૂપી સાધન સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા કોવીડ સેન્ટર સહીત તાલુકાના જરૂરી પીએચસી તેમજ કોવીડ સેન્ટરોમાં સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાદરા ઉદ્યોગ પતિ રવિ ઝાલા, દક્ષેશ પટેલ, પાદરા મહામંત્રી શૈલેશ સ્વામી, ઉપપ્રમુખ અપૂર્વ પટેલ, પાદરા માજી ધારાસભ્ય પરેશ ગાંધી, પાલિકા પ્રમુખ પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા, પાદરા મામલતદાર રિદ્ધી રાજ્યગુરુ, બ્લોક હેલ્થ ઓફિસર વિમલકુમાર સિંઘ, સીએચસી સુપ્રીટેનડેંટ, માનસી હોસ્પિટલના ડો.હાર્દિક બારોટ ઉપસ્થિતિ રહ્યા હતા અને દિનુમામા દ્વારા આ સાધન સહાય તાલુકા હેલ્થ ઓફિસરને અર્પણ કરવામાં આવ્યા હતા.

જ્યારે પાદરા બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે હાલ ઓક્સીજનની દર્દીઓને ખુબ જરૂર પડી રહે છે ત્યારે આવા કપરા સમયમાં દિનુમામા દ્વારા જે સાધન સહાય આપવામાં આવી છે તે ખરા જરૂરીયાત વાળા સમયે દર્દીઓ માટે ખુબ ઉપયોગી નીવડશે અને પાદરા તાલુકાની જનતાને ઓસ્કીજન મળી રહેશે. હુ તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ જણાવ્યું હતું.

પાદરામાં 24 કલાકમાં 17 કોરોના સંક્રમિત, કુલ 3750
પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો જે રીતે સામે આવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હજી કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. તે દ્રષ્ટિએ દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પાદરામાં કોરોના સંક્રમણ વચ્ચે ગઇકાલની સરખામણીએ આજે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવાયો છે. પાદરામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા સંખ્યા 3750 થઈ જવા પામી છે.

પાદરામાં વિતેલા 24 કલાકમાં 527 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 510 નેગેટિવ આવ્યા હતા અને 17 પોઝીટીવ આવ્યા હતા. ગઇકાલ કરતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઓછી આવતા તંત્રે મહદંશે હાશકારો અનુભવ્યો હતો. જેમાં પાદરા ગ્રામ્યમાં નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ ગામોમાં ચકાસણી કરી રહી છે, જેમાં શરદી, ખાંસી, ઉધરસ, તાવના દર્દીઓ પણ મળી આવે છે. હાલમાં કોરોનાના 3750 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે.

દર્દીઓની સહાય માટે 45 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 5 વેન્ટિલેટર અપાયાં
એ.એન.ઝેડ ચેરીટી અને જશોદા બા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વરા વડોદરા શહેર અને જીલ્લાના કોરોનાના દર્દીઓને સહાય મળે તે માટે 45 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 5 વેન્ટિલેટર આપ્યાં છે. ગોત્રી હોસ્પિટલમાં 20, એસ.એસ.જીમાં 15 અને પાદરા-વડુમાં 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઓટોમેટિક હવામાંથી ઓક્સિજન લઈને દર્દીને પૂરો પાડશે. પાદરા માનસી હોસ્પિટલના ડોક્ટરના માધ્યમથી નિશુલ્ક સેવા
માટે વેન્ટિલેટર આપ્યાં છે. > દિનુમામા, પાદરા

અન્ય સમાચારો પણ છે...