તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાદરાના બૂટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ઉપર દારૂ ભરેલી ગાડી ચડાવી મારી નાખવાની કોશિશ કરી

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બૂટલેગર  લાલું - Divya Bhaskar
બૂટલેગર લાલું
  • બૂટલેગર પાદરા પાલિકાનો અપક્ષ સભ્ય , APMCમાં નોમિની સભ્ય છે : દારૂના અનેક કેસમાં સંડોવણી
  • ભાગી જતાં પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી ઝડપી પાડયો , 307નો ગુનો દાખલ કરાયો

પાદરાનો નામચીન દારૂનો બૂટલેગર ભાવેશ ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલુ વડોદરાથી પાદરામાં પોતાની સ્વિફ્ટ ગાડીમાં દારૂ ભરી લાવી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી. ઉપરોક્ત બાતમીના આધારે પાદરામાં પ્રવેશના તમામ માર્ગો ઉપર નાકાબંધી કરાઇ હતી. જેમાં બૂટલેગર લાલુએ સુભમ હોસ્પિટલવાળા રસ્તે પ્રવેશ કરતાં વોચમાં ઊભા રહેલા પો.કો. યોગેશ પુરોહિતે તેની ગાડી રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે લાલુ બેફામ ગાડી ચલાવી યોગેશ પુરોહિતને કચડી નાખવાનો પ્રયત્ન કરી ભાગી ગયો હતો, જેમાં યોગેશના બંને પગે ગંભીર ઈજાઓ થતાં પડી ગયા હતા. આથી બીજા પોલીસને બોલાવી તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટરોએ પગે ગંભીર ફેક્ચરનો રિપોર્ટ જણાવ્યો હતો. ભાગી ગયેલ ભાવેશ ઉર્ફે લાલુને પોલીસે ચારે બાજુ નાકાબંધી કરી ઝડપી પાડયો હતો અને જેલ ભેગો કર્યો હતો.

અત્રે ઉલ્લખનીય છે કે બૂટલેગર લાલુ ઉપર અનેક પ્રોહિબિશનના ગુનાના કેસ છે તથા પોલીસ કર્મી ઉપર હુમલા કરવાના પણ તેની ઉપર ગુના દાખલ છે. લાલુ પાદરા નગર પાલિકામાં વોર્ડ 4 માં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છે તેમજ એપીએમસીમાં પણ તેની નોમિની સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. પોલીસે તેની સામે 307નો ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...