તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાદરામાં કારમાં ગુપ્ત ખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

પાદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરા પોલીસે ઝડપેલો વિદેશી દારૂનો જથ્થો. - Divya Bhaskar
પાદરા પોલીસે ઝડપેલો વિદેશી દારૂનો જથ્થો.
  • કાર, દારૂ, બાઇક સાથે 2.03 લાખનો મુદ્દામાલ જપ્ત, 1 ઝડપાયો
  • કારનું પાયલોટિંગ કરતો ઈસમ બાઈક છોડી ફરાર થઈ ગયો

પાદરા પોલીસને બાતમી મળી હતી કે ગણપતપુરા કેનાલ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરફેર થવાની છે. જે આધારે પોલીસે વોચમાં હતી અને બાતમી વાળી સફેદ કલરની ટાટા સુમોની આગળ એક બાઇક ચાલક ઈસમ પાયલોટીંગ કરતો હતો. જેને રોકતા બાઇકચાલક બાઇક ફેકીને ફરાર થયો હતો. સુમોમાંથી પાછળના ભાગે બેસવાની સીટ પાસે ગુપ્ત જગ્યા ખાનું બનાવી જેમાં 72 નંગ વિદેશી દારૂની બોટલ છુપાવી હતી. જેની કિંમત રૂ. 28,800 તથા 2000નો મોબાઈલ અને ગાડીની કિંમત રૂા. 1,50,000 મળી હતી.

આ બાતમી વાળી ગાડીનું પાઈલોટિંગ કરતા ઇસમે પોલીસને જોઈ જગ્યા પર પોતાનું સ્પ્લેન્ડર બાઇક છોડી નાસી ગયો હતો. જે બાઇકની કિંમત રૂા. 25,000 મળી કુલ રૂ.203800 નો મુદામાલ ઝડપી પાડી ટાટા સુમો સાથે ડ્રાઇવર વિશાલ રામજી તોમર રહે.ખામદરા તા.જિ. અલીરાજપુર, મદયપ્રદેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યાં બાઇક મૂકી ગુલાબ નારૂ તોમરને ફરાર જાહેર કર્યો હતો. જ્યાં પાદરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...