આત્મનિર્ભર યોજના / પાદરા નાગરિક બેંકમાં આત્મ નિર્ભર સહાય લોનનાં ફોર્મ ભરવાના શરૂ

Padra started filling up the form of self-help loan in the citizen bank
X
Padra started filling up the form of self-help loan in the citizen bank

  • સવારે 9થી સાંજે 6 સુધી ફોર્મ વિતરણ કરાશેસવારે 9થી સાંજે 6 સુધી ફોર્મ વિતરણ કરાશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

પાદરા. રાજ્ય સરકાર દ્વારા નાના વેપારીઓતેમજ શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટેના પાદરા નગર નાગરિક સ. બેંકમાં ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વ્યક્તિગત, કારીગરો અને શ્રમિક વર્ગ માટે નવી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામાં આવી છે. જે સહાય જેતે વિસ્તારમાં આવેલી સહકારી બેકમાં મળશે. તે માટેનું ફોર્મની વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રોજ સવારે 9 કલાકથી સાંજે 6 કલાક સુધી ફોર્મ વિતરણ કરાશે. આ સહાય યોજના અંતર્ગત પાદરા નગર નાગરિક સહકારી બેકમાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાર્યવાહી ઉપર નજર રાખવા પાદરા નગર નાગરિક બેંકના પ્રમુખ કાલિદાસ ગાંધી મામા અને ઉપપ્રમુખ બાબુભાઈ ગાંધી વોલ્ગાવાળા સતત હાજર રહીને નજર રાખી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી