તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરામાં કોરોના વકરતા હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પાદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. માસ્ક નહીં પહેરતા લોકો સામે એક હજાર રૂપિયાનો દંડ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. જે એલાઉન્સ સાથે પાદરામાં મુખ્ય વિસ્તારો મુખ્ય માર્ગો પર પોલીસની ગાડીઓ ફરતી થઇ છે. પાદરામાં વડોદરા જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા ધામા નાંખ્યા છે. પાદરા પોલીસે મંગળવારે સપાટો બોલાવ્યો છે. કેટલાક લોકોની અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વાન દ્વારા માસ્ક પહેરવા લોકોને માઈક્રો ફોનથી એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે.
પાદરામાં કોરોના વકરતા ફરી વખત કડક દંડ વસૂલવા માટે પોલીસને સક્રિય બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે જેમાં ખાસ કરીને માસ્ક નહીં પહેરતા લોકો ઉપરાંત શાકમાર્કેટ સહિત ભીડ ભાળ થતી હોય તેવા બજાર વિસ્તારમાં કડક પોલીસ કાર્યવાહી કરવા આદેશો કર્યા છે. કોરોનાની બીજી લહેર દેશમાં વધી રહી છે. ત્યારે લોકોને સંક્રમણથી બચવા માટે વીડિયો કોન્ફરન્સ યોજી કોરોના એક્શન પ્લાનના અમલની સૂચના આપી છે. નિયમનું પાલન કરાવવા તાકીદ કરાઈ છે.
નિયમોનો ભંગ થતો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેના ભાગરૂપે પાદરાના મુખ્ય માર્ગો વિસ્તારોમાં પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા શહેરના માર્ગો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક નહીં પહેરતા અને ફરતા લોકોને તાત્કાલિક દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડ નહિ ભરનારની પોલીસે અટકાયત કરવાની કાર્યવાહી કરી હતી.
બીજી બાજુ વડોદરા જિલ્લા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ જાહેર માર્ગ પર પોતાની ગાડીઓમાં ફરતા જોવા મળ્યા હતા. જેમાં માસ્ક નહીં કરનારને 1000નો દંડ આપવામાં આવશે અને દંડ નહીં ભરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ પોલીસે તૈયારી બતાવી છે. કોરોના કેસને લઈને હવે પોલીસે સપાટો બોલાવ્યો છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.પોલીસ દ્વારા માસ્ક પહેરવા લોકોને એલાઉન્સ કરવામાં પણ આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.