પાદરા નગર પાલિકા દ્વારા સંચાલિત 2 હાઈસ્કુલ આવેલ છે. જેમાં સ્ટેશન રોફ પર આવેલ પી.પી.શ્રોફ હાઈસ્કુલ અને બીજી ચોકસી કે. કે.ગર્લ્સ હાઈસ્કુલ આવેલ છે. હાલમાં જ કોરોના મહામારીના સમયમાં ઘણા સમયથી શાળાઓ બંધ હતી. ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આથી બંને શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેના કારણે શાળાઓમાં એડમિશન ફૂલ થઇ ગયા છે. શાળામાં પ્રવેશ માટે વાલીઓ રાજકીય લોકોની પાછળ ફરતા હોવાનું ચર્ચાય છે.
મળતી વિગત અનુસાર ગુજરાત સરકારે આશરે છેલ્લા 3વર્ષથી હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે બેન્ચિસો લાવવા લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જે પાદરા નગર પાલિકાના ખાતામાં જમા થઈ ગયેલ છે. પરંતુ પાલિકા કોઈ કારણે પાદરા નગરના વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં કરી રહેલ છે. પાદરા નગરપાલિકા દ્વારા સંચાલિત પી.પી.શ્રોફ હાઈસ્કુલ અને ચોકસી કે. કે.ગર્લ્સ હાઈસ્કુલ બનેવ શાળાઓમાં હાલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. પરતું પાદરા નગર પાલિકાના અગાઉ સત્તાધિસોની વૃત્તિના કારણે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના અભ્યાસ માટે પૂરતી બેનચિસો ન હોવાના કારણે બગડી રહેલ છે.
પાદરાની ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના અભ્યાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકારે ફાળવેલ છે. જેને આશરે ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ પાદરા નગર પાલિકાને સ્કૂલો અને બાળકોના અભ્યાસમા રસ નથી. હમણાં જ પાદરા નગરપાલિકા દ્વારા સંચાલિત ચોક્સી કે. કે.ગર્લ્સ હાઈ સ્કુલમાં નવીનીકરણ માટે બહુ મોટું કૌભાડ બહાર આવ્યું છે. ત્યારે નગરની જનતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર ચાઉ ના થઈ જાય તેની તકેદારી રાખવા લોક માંગ ઉઠવા પામી છે.
પાદરા ની પી.પી.શ્રોફ હાઈસ્કુલ અને કે.કે.ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા પણ જરૂરિયાત વસ્તુ માટે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. નગર પાલિકા ચીફ ઓફિસર મુકેશ જોષીએ જણાવ્યું હતું કે હાલમાં ખરીદી પ્રક્રિયા ચાલુ છે.
બેન્ચીસો માટેની કામગીરીની પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે :
જયારે ગર્લ્સ હાઇસ્કુલની નવનીકરણની 2.47 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે સમયે બેન્ચીસોની ખરીદી કરાઈ ન હતી. ફક્ત બિલ્ડીંગ કન્ટ્રકશનનું કામ લીધું હતું. આશરે ત્રણ વર્ષ આગાઉ બેન્ચીસ માટેની પાંચ લાખની ગ્રાન્ટ આવી હતી. તે હજી નગરપાલિકા પાસે જ છે અને અત્યારે જરૂરિયાત પ્રમાણે બેન્ચીસો માટેની કામગીરી સરકારી ધારા-ધોરણ મુજબની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને બેન્ચીસો હાઇસ્કૂલોને લાવી સોંપવામાં આવશે. બીજી જરૂરિયાતો સરકારના નિયમ અનુસાર ગ્રાન્ટ આવશે ત્યારે પૂર્ણ કરવામાં આવશે. પરેશ ગાંધી, માજી પ્રમુખ અને હાલના સદસ્ય
ટુક સમયમાં સ્કુલ ચાલુ થતાં પહેલાં બેન્ચીસો લાવી સ્કૂલને સોંપાશે
ગર્લ્સ હાઇસ્કુલમાં જે તે સમયે નવીન હાઇસ્કુલ બનાવવામાં આવી હતી. તે ટાઈમે બેન્ચીસ લેવાનું આયોજન ન હતું. જરૂરિયાત પ્રમાણે હાલની બોડીએ બેન્ચીસ લેવાની સરકારી ધારા- ધોરણ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી દીધી છે અને ટૂંક સમયમાં સ્કુલ ચાલુ થતા પહેલા બેન્ચીસો લાવી સ્કૂલને સોંપવામાં આવશે. બીજી અન્ય હાઇસ્કુલની જરૂરિયાતો પૂર્ણ કરી દેવામાં આવી છે. તેથી કરીને વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં અડચણ ના આવે તેવું આયોજન હાલની બોડી દ્વારા કરી દેવામાં આવ્યું છે. - ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકા પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.