તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાદરા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

પાદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા-જંબુસર હાઈવે રોડ તેમજ જકાતનાકા પાસે આવેલા ભાથુજી મંદિર પાસેના દબાણો બુધવારે પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા. - Divya Bhaskar
પાદરા-જંબુસર હાઈવે રોડ તેમજ જકાતનાકા પાસે આવેલા ભાથુજી મંદિર પાસેના દબાણો બુધવારે પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા.
 • પાલિકા પ્રમુખે દબાણ શાખાની ટીમને સાથે રાખી કામ લેતા લોકોએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા
 • આ ડ્રાઈવ પાદરામાં સતત ચાલુ રાખવામાં આવશે અને રોજેરોજ દબાણ હટાવવાની કામગીરી કરાશે

પાદરા નગરપાલિકા દ્વારા બુધવારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણા સમયની સોસાયટીના રહીશોની રજૂઆત અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇ નવ નિયુક્ત પાલિકા પ્રમુખે પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખી સમજાવટ પૂર્વક કામ લેતા લોકોએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા હતા. પાદરા જંબુસર રોડ પર માર્કેટ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીના રહીશોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પાદરા-જંબુસર રોડ પર આવેલ સરદાર શાક માર્કેટ ચાર રસ્તા પાદરા નગરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી હોવાના કારણે પાદરા નગરપાલિકા દ્વારા બુધવારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પાદરાના માર્કેટ ચોકડી પર તેમજ પાદરાના નવા એસટી ડેપો બહાર પાદરા નગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જાહેર જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી. જો કે વારંવાર દબાણ હટાવવાની કામગીરી વિવાદોમાં આવતી હતી પરંતુ આ વખતે દબાણ હટાવવાની કામગીરી એ સમજાવટ પૂર્વક માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં હંગામી ધોરણે લારી ઉભી રાખી ધંધો કરવા માટેની પાલિકાએ પરવાનગી આપતા લોકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવ્યા હતા. પાદરા નગરપાલિકા લારી ગલ્લાવાળાઓ માટે કોઈ સારી વ્યવસ્થા ઉભી કરે તેવી માગ કરી હતી.

પાદરા નગર પાલિકાની દબાણ ટીમના અધિકારી દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ આ ડ્રાઈવ સતત પાદરામાં ચાલુ રાખવામાં આવશે અને રોજેરોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીના રહીશો અને લારી ગલ્લાવાળાઓ વચ્ચે અનેક વખત સામ સામે આવી જતા વાતાવરણ ગરમાતું હતું. દબાણ હટાવવા માટે રસ્તા પર ઉતરી જઈ ચક્કાજામ કરવામાં આવતો હતો. મયુરધ્વજસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ-દરજી કોલોની પાસે જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણો ઘણા વર્ષોથી હતા.

જેના માટે દબાણો હટાવવા આસપાસની સોસાયટીના રહીશો ગ્રામજનો દ્વારા ઘણા આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. તે સ્થળે ઘણા અકસ્માતો પણ થયેલ હતા. જે દબાણો બુધવારે કાયમી હટાવવામાં આવ્યા છે. માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ અન્ય ખુલ્લી જગ્યામાં હંગામી ધોરણે લારી ગલ્લા ઉભી રાખવા માટે પાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો