તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાદરા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ પડતર માગણીઓ મુદ્દે આંદોલનના મૂડમાં

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદન પત્ર આપી ચીફ ઓફિસરને રજૂઆત. - Divya Bhaskar
પાદરાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદન પત્ર આપી ચીફ ઓફિસરને રજૂઆત.
  • પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંંદોલન કરાશે
  • સફાઈ કર્મચારીઓના પગાર બે-ત્રણ મહિને ચૂકવાય છે

પાદરા નગરપાલિકાના સફાઇ કામદારો વર્ષોથી થઇ રહેલા અન્યાય દૂર કરી તેઓની માગણીઓના યોગ્ય નિકાલ લાવવા માટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે. પડતર પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધીજીના માર્ગે જવાની ચીમકી આપી હતી. પાદરા નગરપાલિકાના સફાઇ કામદારો પાલિકાના પટાંગણમાં ભેગા થવા પામ્યા હતા અને વર્ષોથી થઇ રહેલા અન્યાય સામે લેખિત રજૂઆત કરી 46 જેટલા સફાઈ કામદારોની જગ્યાઓ ભરવા તેમજ છેલ્લા 25 વર્ષથી મોટાભાગે અતિ પછાત વાલ્મિકી સમાજના કર્મચારીઓ ફરજ બજાવતા હોય આ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણની સર્વિસબુક છેલ્લા 2 વર્ષથી ગાંધીનગર શાખાએથી મંજુર થયેલી હોવા છતાં આજદિન સુધી નાણાં ચૂકવવામાં આવેલા નથી.

તદુપરાંત વર્ષ 2017-2018,2018-2019,2019-2020નું વર્ષનું બોનસ જે નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી ચૂકવે છે તે બોનસ પણ સરકારના 48 ટકા ખર્ચ મર્યાદાના બહાના હેઠળ ચૂકવવામાં આવેલો નથી. ત્યારે પાલિકાના વર્ગ 4ના કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? સફાઇ કર્મચારીના પગારમાંથી ઇએસટી તથા ઈપીએફના નાણાં આપવામાં આવે છે, પરંતુ આ નાણાં ભરપાઇ કરવામાં આવતા નથી. જેથી સર્વ સફાઈ કર્મચારીઓને જેનો લાભ મળતો નથી. સરકારમાંથી કાયમી કર્મચારીઓના પગાર માટેની ગ્રાન્ટ આવતી હોવા છતાં આ ગ્રાન્ટ અન્ય ધર્મો કામોમાં વાપરી જેનો ઉપયોગ કરવામાં આવે છે.

સફાઈ કર્મચારીઓના પગાર બે-ત્રણ મહિને ચૂકવવામાં આવે છે. કર્મચારીઓને સફાઇ તેમજ પુરુષાર્થ અને યોગ્ય સાધનો આપવામાં આવતા નથી. રાષ્ટ્રીય તેમજ જાહેર રજાઓ સફાઈ કર્મચારીની તેમણે અડધી રજા આપવામાં આવે છે. જ્યારે ઓફિસર સ્ટાફને કર્મચારીઓને આખી રજા આપવામાં આવે છે. જેથી કર્મચારીઓની રજાઓ આપવામાં આવે અથવા તેઓની રજાઓમાં વધારો કરવામાં આવે, કોરોના વિનાશકારી મહામારીમા સફાઇ કર્મચારીઓની સેવાઓ અને સુવિધાઓ તેમજ તેઓને પોસ્ટ કરવા તેઓનું સન્માન કરવાની માગણી કરવામાં આવી છે.

સફાઈ કામદારોના તમામ માગણીઓ વ્યાજબી અને ન્યાયી હોય તેમજ ઘણા વર્ષોથી પડતર હોય આ માંગણીઓ દિન 10માં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે ગાંધીજીના માર્ગે જવાની ફરજ પડશે. જેની તમામ જવાબદારી નગરપાલિકાના મુખ્ય અધિકારી, પદાધિકારીઓની રહેશે. તેમ લેખિત નિવેદનમાં જણાવ્યું છે. ફોટો પાદરા નગરપાલિકાના સફાઇ કામદારોએ પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિકાલ કરવા માટે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...