પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની પરીક્ષા તાત્કાલિક લેવા તથા ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટની પરીક્ષા નિયમિત રીતે લેવાય તે માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ITI મારફતે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ ( gcvt) કોર્સના તાલીમાર્થીની પરીક્ષા લઈ પ્રમાણપત્ર આપે છે. જેના આધારે ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે ઔદ્યોગિક એકમોમાં જોડાઈને કે સીધા કારીગર તરીકે રોજગારી મેળવી શકે છે. કોરોનાના કારણે સદર કોર્સની પરીક્ષા વર્ષ 2020 અને વર્ષ 2021માં લઇ શકાઈ નથી. તમામ તાલીમાર્થીઓને માત્ર પ્રમોશન આપવાનું જાહેર કરાયું છે. પરંતુ પરિણામ જાહેર કરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા નથી. જેના કારણે આવા ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે જોડાઈને રોજગારી મેળવી શકતા નથી.
આઈટીઆઈ દ્વારા જે ટ્રેડ માટે નેશનલ કાઉન્સિલર ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT), દિલ્હી દ્વારા અફેલીએશન મેળવ્યું હોય તેવા ઉમેદવારોને નેશનલ સર્ટિફિકેટ મળે છે. વર્ષ 2020માં કોવિડના કારણે આ કોર્સની પરીક્ષા થઇ શકી નથી. અન્ય રાજ્યોમાં આ કોર્સની પરીક્ષા થઇ ગયેલ છે. માત્ર ગુજરાતમાં થઇ શકી નથી અને પરિણામ જાહેર થયેલ નથી. જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે.
ગુજરાત કાઉન્સિલર ફોર વોકેશનલ ટ્રેનિંગ કોર્સનું પરિણામ તાત્કાલિક જાહેર થવા,નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની પરીક્ષા તાત્કાલિક લેવા તથા ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટની પરીક્ષા નિયમિત રીતે લેવાય તે માટે વિદ્યાર્થીઓના હિતમાં યોગ નિર્ણય કરી સંબંધિતને સત્વરે સૂચના આપવા ખાસ ભલામણ પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.