તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર સજ્જ:પાદરા નગરપાલિકામાં સાત વોર્ડની 28 બેઠકોની ચૂંટણી માટે તંત્ર સજ્જ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
EVM મશીન પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મુકવામાં આવ્યા હતા. - Divya Bhaskar
EVM મશીન પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મુકવામાં આવ્યા હતા.
  • પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM સ્ટ્રોંગરૂમમાં મૂકાયા

પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટેના જિલ્લા ચૂંટણી વિભાગે ફાળાવવમાં આવેલ EVM મશીન પાદરાના પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મુકવામાં આવ્યા હતા. પાદરા નગરપાલિકામાં 7 વોર્ડ ની 28 બેઠકો માટે ચૂંટણી યોજાનાર હોવાથી તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પાદરા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના 38 બુથો પૈકી ફાળવવામાં આવેલ EVM મશીન પાદરા ખાતે આવી પહોંચ્યા હતા. પાદરાની પી.પી.શ્રોફ હાઈસ્કૂલ ખાતે આ EVM મશીનોને મુકવામાં આવ્યા હતા.

જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી આર.એસ.ઠુમ્મર તથા અજમાયશી નાયબ કલેક્ટર આર.પી. રાજ્યગુરૂ તથા પાદરા પોલીસ મથકના પીઆઈ એસ.એ.કરમુર સહિત પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશીનના સ્ટ્રોંગ રૂમને સીલ મારવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપા અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 51 કન્ટ્રોલ યુનિટ તથા 102 બેલ્ટ યુનિટ પાદરા ખાતે આવ્યા હતા જેને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતા. જે હવેથી પોલીસ સુરક્ષા મુકી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો